fbpx
ગુજરાત

ગુજરાતના ૨૯,૫૦૦ બિલ્ડિગ અને ૫૦ હજાર બૂથ પર મતદાન થશેઃ ગુજરાત ડીજીપી વિકાસ સહાય

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન યોજાશે ત્યારે ડ્ઢય્ઁ વિકાસ સહાય દ્વારા ચૂંટણીને લઇને પોલીસ વિભાગની કામગીરી સાથે જોડાયેલી માહિતી આપતા કહ્યું હતું કે, મતદાન મથકો પર યોગ્ય પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી થાય તે વાત સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતના ૨૯,૫૦૦ બિલ્ડિગ અને ૫૦ હજાર બૂથ પર મતદાન યોજાશે. મતદાન મથક પર તો સુરક્ષા માટે પોલીસ તૈનાત રહેશેજ સાથે-સાથે સતત દરેક બુથ પર પોલીસ પેટ્રોલિંગ કરાશે.. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે વાત સુનિશ્ચિત કરાશે.. તેમણે કહ્યું કે મોબાઇલ પેટ્રોલિંગમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ બન્ને જોડાશે. આ સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રહેશે.. જે દરેક સ્થતિમાં ઝડપથી રિસ્પોન્સ આપશે.

ગુજરાત ના પોલીસ વડા વિકાસ સહાયે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી આચારસંહિતા લાગુ થઇ ત્યારથી ગુજરાત પોલીસ તરફથી ખુબજ પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી છે. સાથે જ અસમાજિક તત્વો કોઇ વિક્ષેપ નકરે તે માટે અસરકારક અટકાયતી પગલાની ઝુંબેશ પણ હાથ ધરી હતી, અને અનેક લોકોની અટકાયત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/