fbpx
ગુજરાત

આગામી 4  દિવસ ગુજરાતમાં કમોસમી માવઠાનું સંકટ

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની, અને પવન ફૂંકાવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

13 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.તા. 14 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, બોટાદ, ભાવનગર, તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર સોમવારે દક્ષિણ ગુજરાતનાં તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. 13 થી 15 મે દરમ્યાન મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં વરસાદ જોવા મળશે. જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરામાં આગામી 3 દિવસ હવામાનમાં પલ્ટો જોવા મળશે. સમગ્ર રાજ્યમાં મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વરસાદની સૌથી વધુ તીવ્રતા જોવા મળશે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરનાં વાતાવરણમાં પલ્ટો આવશે. રાજકોટ અને જૂનાગઢમાં પણ આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/