fbpx
ગુજરાત

દેશની અગ્રણી સહકારી સંસ્થામાં નિવિર્વાદીત નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણીઃ મોહનભાઈ કુંડારિયા બિનહરીફ ચૂંટાયા

નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ ગયા છે. નાફેડની ચૂંટણીમાં ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિન હરીફ થયા છે. ૨૧ મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્‌યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. આ સમયે ઇફકોની ચૂંટણી જેમ જ પુનઃ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતુ કારણ કે નાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી હતી પણ ચારેય ઉમેદવારોએ કુંડારિયાને સમર્થન આપ્યુ છે. તમામ ચારેય ઉમેદવારો અમરત દેસાઈ, મહેશ પટેલે, મગન વડાલિયાએ ફોર્મ પરત ખેંચ્યા છે.

આ દાવેદારીમાં મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઇ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઇએ ઉમેદવારી નોંધાવી હતી. મંગળવારે ૧૫મી મેના રોજ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. નોંધનીય છે કે, ઈફ્‌કોની ડાયરેક્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી. જ્યેશ રાજડિયાએ ૧૧૪ મત મળ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/