fbpx
ગુજરાત

ભારતીય હવામાન વિભાગે કરી ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાન વધવાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નબળા પડતા પ્રભાવને કારણે હવે તાપમાનમાં વધારો થતાં આકરી ગરમી પડશે. ઉત્તર પશ્ચિમ ભારત અને ગુજરાતમાં આગામી ચાર – પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં તાપમાનમાં ફરી વધારો થયો છે અને આજે ૪૪ ડિગ્રીને પાર થાય તેવી સંભાવના છે. તેની સાથે રાજ્યના અનેક શહેરોમાં સરેરાશ તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચી જાય તેવી આગહો કરવામાં આવી છે.

આજે રાજ્યના કેટલાય વિસ્તારોમાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની પણ આગાહી છે. રાજ્યમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ હશે. સુરત અને વલસાડમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી છે. પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી છે. કચ્છમાં પણ હીટવેવ રહેશે. તાપી, ડાંગ, બોટાદ, રાજકોટ અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે. અમદાવાદ અને ડીસામાં સૌથી વધુ ૪૩.૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ ૪૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩થી ૪૪ ડિગ્રી રહેશે. આમ લગભગ અઠવાડિયા સુધી રાજ્યના લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના નથી. વલ્લભવિદ્યાનગરમાં ૪૨.૫, વડોદરામાં ૪૨.૨, ભુજમાં ૪૨.૯, કંડલા એરપોર્ટ પર ૪૨.૫, રાજકોટમાં ૪૨.૪, સુરેન્દ્રનગરમાં ૪૨.૩ ડિગ્રી તાપમાન જોવાયું છે.

હવામાન વિભાગ બાદ અમદાવાદના એએમસી દ્વારા પણ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને બાદના ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવારે ૪૪ ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે સોમવાર,મંગળવાર અને બુધવારના રોજ તાપમાન ૪૩ ડિગ્રી રહેવાનું અનુમાન છે, સાથેજ એએમસી દ્વારા કહેવામાં આવ્યું છે કે બિનજરૂરી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું.
ભારતના હવામાન ખાતાની આગાહી અને ચેતવણીઃ આઈએમડી એ આગામી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારત અને ગુજરાત માટે તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. જો કે, તમિલનાડુ અને તેની નજીકના વિસ્તારોમાં કન્યાકુમારી પર ચક્રવાતી પરિભ્રમણને કારણે દક્ષિણ ભારત ગરમીથી રાહત અનુભવી રહ્યું છે. ૧૮-૨૦ મે સુધી ઉત્તર ભારતમાં ‘ગંભીર’ હીટવેવ આવશે; ૈંસ્ડ્ઢ એ બિહાર, પંજાબમાં વધતા તાપમાનની ચેતવણી આપી છે.ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ ૧૮ થી ૨૦ મે દરમિયાન દિલ્હી, પંજાબ અને હરિયાણામાં તીવ્ર હીટવેવ વિશે ચેતવણી જારી કરી છે. હીટવેવ ઉત્તર ભારત અને બિહારના અન્ય ભાગોમાં લંબાવવાની ધારણા છે. આગામી પાંચ દિવસ સમગ્ર દેશમાં તાપમાનમાં વધારો થશે.

આઈએમડીના મહાનિર્દેશક એમ મહાપાત્રાએ સમજાવ્યું કે ઉત્તરપશ્ચિમ ભારતમાં વિરોધી ચક્રવાતને કારણે ગરમ હવા સ્થિર થઈ રહી છે, જેના કારણે સપાટી ગરમ થઈ રહી છે. આ ગરમ હવા ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જવાની ધારણા છે, જે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી તીવ્ર ગરમીને લંબાવશે. આગામી હીટવેવની તૈયારી કરવા માટે, ૈંસ્ડ્ઢ એ ૧૮, ૧૯ અને ૨૦ મેના રોજ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાન માટે “ઓરેન્જ એલર્ટ” જારી કર્યું છે. સ્થાનિક સત્તાવાળાઓને ગરમી સંબંધિત કટોકટીને રોકવા માટે જરૂરી પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.

તમિલનાડુ અને તેની નજીકના વિસ્તારોમાં કન્યાકુમારી પર ચક્રવાતી પરિભ્રમણને કારણે દક્ષિણ ભારત ગરમીથી રાહત અનુભવી રહ્યું છે. આ પરિભ્રમણને કારણે આગામી સાત દિવસમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ, માહે, લક્ષદ્વીપ અને દક્ષિણ કર્ણાટકમાં વાવાઝોડાં, વીજળીના ચમકારા અને તેજ પવન સાથે વ્યાપક હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાયલસીમામાં પણ આ સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. દક્ષિણમાં રાહત હોવા છતાં, ૈંસ્ડ્ઢ એ ભારે વરસાદને કારણે તમિલનાડુમાં સંભવિત પૂરની ચેતવણી આપી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/