fbpx
ગુજરાત

પોતાના જ પિતાને પોતાનું જ અપહરણ થયાનું ફોન કરી પૈસા માંગવાનો સુરતમાં ચોકાવનારો કિસ્સો

સુરત શહેરમાંથી એક ખુબજ ચોંકાવનારો કિસ્સો બન્યો હતો જેમાં વેડરોડ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના જ પિતાને પોતાનું જ અપહરણ થયાનું ફોન કરી પૈસા માંગવામાં આવ્યા હતા. ઓનલાઇન જુગારમાં અઢી લાખ રૂપિયા જેટલી મતબર રકમ હારી ગયેલા યુવાને જાતે જ પોતાનું અપહરણ થયાનું ફોન કોલ પોતાના પિતાને કરી રૂપિયા સાડા ચાર લાખની ખંડણી માંગી હતી. જેને લઈને પિતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો

અને પોલીસે ગણતરીની કલાકોમાં આખી ઘટનાનો પદાફાર્શ કર્યો હતો. આ ઘટનામાં સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષીય મહિપતભાઈ રાઠોડે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રની અપહરણ થયાની જાણ કરી હતી. પુત્ર ગૌરવનું કોઈએ અપહરણ કર્યું હોવાને તેમજ અપહરણ કરી ચાર લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાની વાત તેમણે કરી હતી. આ સાથે જે મોબાઈલ નંબર ઉપરથી ખંડણી માંગતો ફોન આવ્યો હતો તે નંબર તેમણે ચોક બજાર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.વી.વાગડીયાને સોંપ્યો હતો અને આ ઘટના ની તપાસ કરતા પોલીસે પુત્રને ગણતરીના કલાકોમાંજ શોધી આખી ઘટનામાં મોટો ઘટસ્ફોટ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/