fbpx
ગુજરાત

રાજકોટમાં દીકરીનું સગપણ તોડી નાંખતા મહિલાને પેટ્રોલથી સળગાવવણો પ્રયાસ

રાજકોટ શહેરના જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતાં મહિલાએ ચાર મહિના પહેલા પોતાની દીકરીનું બગસરાના યુવાન સાથે સગપણ નક્કી કર્યુ હતું, પણ આ યુવાન કંઇ કામધંધો કરતો ન હોવાની ખબર પડતાં બે મહિના પહેલા સગપણ તોડી નાખ્યું હતું. આથી રોષે ભરાયેલો શખ્સ મહિલા અને તેની દીકરીને ધમકી આપતો હતો. એટલું જ નહીં, ગત મોડી રાતે આવીને બારીમાંથી પેટ્રોલ છાંટીને મહિલાને જીવતાં સળગાવ્યા હતા. આથી મહિલા ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવમ આવ્યા હતા. આ મામલે પ્રનગર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધવા તાજવીજ હાથ ધરી હતી.

જામનગર રોડ પર સ્લમ ક્વાર્ટરમાં રહેતાં ભારતીબેન રમશેભાઇ પરમાર રાતે ઘરે હતાં ત્યારે કોઇક વ્યક્તિએ પેટ્રોલ છાંટી દઝાડી દીધાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ મામલાની જાણ થતાં પ્રનગર પોલીસે હોસ્પિટલ પર પહોંચી ભારતીબેન પરમારની પૂછપરછ કરી વિગતો મેળવી હતી.

ભારતીબેને પોલીસને જણાવ્યું હતું કે, તેમના પતિ હયાત નથી. પોતે ઘરકામ કરે છે. સંતાનમાં ચાર દિકરીઓ છે. જેમા મોટી દિકરી મધુનું સગપણ ચાર મહિના પહેલા બગસરા બસ સ્ટેશન પાછળ રહેતાં રવિ કેશુભાઇ સોલંકી સાથે નક્કી કર્યુ હતું. સગાઇ કરવામાં આવી નહોતી પણ સવા રૂપિયો દઈ મીઠા મોઢા કરી વાત પાક્કી કરી લેવામાં આવી હતી. જે તે વખતે છુટક કામ કરતો હોવાનું જણાવાયું હતું. પણ બે મહિના બાદ ખબર પડી હતી કે રવિ કોઇ કામ ધંધો કરતો નથી અને બીજી કુટેવ પણ ધરાવે છે આથી દિકરી મધુનું નક્કી કરેલુ સગપણ અમે તોડી નાંખ્યું હતું.

ભારતીબેન અને દિકરી મધુએ વધુમાં જણાવ્યુ઼ં હતું કે અમે સગપણ તોડી નાખતા રવિ રોષે ભરાયો હતો અને છેલ્લા બે મહિનાથી સતત અમને હેરાન કરતો હતો અને સગપણ રાખવા દબાણ કરતો હતો. તે વારંવાર રૂબરૂ આવીને અને ફોન કરીને પણ હેરાન પરેશાન કરતો હતો. ગઇકાલે રાતે તેણે એકાદ વાગ્યે ફોન કરી અમને મા-દિકરીને સળગાવી દઇશ તેવી ધમકી આપી હતી. બાદમાં થોડી જ વારમાં તે ઘરની ડેલીએ આવ્યો હતો અને ડેલી ખખડાવી હતી. પણ અમે ડેલી ન ખોલતાં તે જતો રહ્યો હતો. એ પછી અમે સુઇ ગયા હતાં.

મધુબેન પરમારે પોલીસને વધુમાં કહ્યું હતું કે ગત રાતે બે વાગ્યા આસપાસ રવિએ બારીમાંથી પેટ્રોલ છાંટયું હતું અને દિવાસળી ચાંપતાં બારી પાસે મારા માતા ભારતીબેન દાઝી ગયા હતાં. દેખાડો થતાં હું જાગી ગઇ હતી. એ વખતે રવિ ભાગી ગયો હતો. ભાગી છુટેલા રવિ વિરૂધ્ધ ગુનો નોંધી તેને શોધી કાઢવા પ્રનગર પીઆઇ બી. એમ. ઝણકાટની ટીમે તપાસ શરુ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/