fbpx
ગુજરાત

લો બોલો, આટલી મોટી ભૂલ..??વડોદરામાં AMGVCLદ્વારા બીલ રીડીંગ માં ભૂલ, ભાડાના મકાનમાં ૯ લાખનું બીલનો મેસેજ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અનેક શહેરોમાં સ્માર્ટ મીટર નાંખવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ આનો વિરોધ પણ થઇ રહ્યો છે તો કેટલાક લોકો આ ર્નિણયને સારો ગણાવી રહ્યા છે. ત્યારે હવે વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ભાડાના મકાનમાં રહેતા વ્યક્તિને નવ લાખ રૂપિયાનું બિલ ભરવાનું છે તેવો મેસેજ મોકલવામાં આવ્યો હતો જોકે, આ વ્યકતિનો મુદ્દો ધ્યાનમાં આવ્યા બાદ એમજીવીસીએલએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને નવા બિલનો એસએમએસ પણ મોકલી દેવામાં આવ્યો હતો.

શહેરના ગોરવા વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ ફ્‌લેટમાં ભાડાના મકાનમાં રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિએ એમજીવીસીએલ પર મોટો આક્ષેપ કર્યો હતો. તેમણે મોબાઈલમાં બિલની કોપી બતાવી દાવો કર્યો હતો કે, સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ૯ લાખ ૨૪ હજાર રૂપિયાનુ બિલ આવ્યું છે તેવો મેસેજ મળ્યો હતો. આ બિલ જોઇને તે પોતે પણ અચરજમાં મુકાઇ ગયા હતા. આ અંગે તેમણે જણાવ્યુ છે કે, સામાન્ય રીતે દર બે મહિને મારા ઘરનું ઇલેક્ટ્રિક બિલ ૧૫૦૦થી બે હજાર રૂપિયા આવતું હોય છે. પરંતુ આ વખતે સ્માર્ટ મિટર લગાવ્યા બાદ મને મેસેજ આવ્યો કે, મારું બિલ ૯,૨૪,૨૫૪ રુપિયા બિલ આવ્યુ છે.
આ સમગ્ર ઘટના બાબતે એમજીવીસીએલ ના એમડી , તેજસ પરમારે જણાવ્યુ હતુ કે, નવા મીટર જ્યારે લગાવવામાં આવે છે ત્યારે જુના બિલનું રિડિંગ તેમા જોડવામાં આવે છે. આમાં એક કેસમાં ધ્યાનમાં આવ્યુ છે કે, મિટર રિંડીંગમાં ભૂલ થઇ છે. જે ભૂલને કારણે ખોટી ગણતરી થઇ છે અને એને સુધારવામાં આવી છે. આ ગ્રાહકનું બિલ માઇનસમાં છે જે તાત્કાલિક સુધારીને ગ્રાહકને એસએમએસ મોકલી દેવામાં આવશે. આ માનવીય ભૂલ છે. આ સ્માર્ટ મીટરને કારણે બિલ વધારે આવ્યુ છે તેમ નથી પરંતુ ડેટા એન્ટ્રીમાં જે માનવીય ભૂલ થઇ છે તેના કારણે આ થયુ છે. જે સુધારી લેવામાં આવ્યુ છે.

રાજ્યના સ્માર્ટ શહેરોમાં સાદા વીજ-મીટરને બદલે સ્માર્ટ વીજ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. જેની સામે સામાન્ય લોકો દ્વારા સાદા વીજ-મીટરોની સરખામણીમાં વધુ વીજ-બિલ આવતા હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો છે. વિરોધ પક્ષ પણ આ મુદ્દે સરકારની સામે આવી ગયુ છે. જેને કારણે ગાંધીનગરમાં સરકારે વીજ-કંપનીઓના એમડી સાથે એક બેઠક યોજી હતી. સાદા મીટર અને સ્માર્ટ મીટરની જાણકારી મેળવીને લોકોનો સંશય કઈ રીતે દૂર કરી શકાય તે બાબતે ચર્ચા કરી હતી. જાણકારી મુજબ, સ્માર્ટ વીજ-મીટરોના વિરોધની સામે હવે, સરકાર સ્માર્ટ વીજ-મીટરોની સાથોસાથ સાદા વીજ-મીટરો પણ લગાવશે. સ્માર્ટ મીટરના વિરોધનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્માર્ટ વીજ મીટરો પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે વડોદરા શહેરમાં ફીટ કરાયા હતા. જેની સામે ભારે વિરોધ થયો હતો. જે પછી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સ્માર્ટ મીટરને લઇને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/