fbpx
ગુજરાત

સસરાએ છરીના ઘા મારી જમાઈને મોતને ઘાટ ઉતારી દીધો

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં એક મોટી આઘાતજનક ઘટના બનવા પામી હતી જેમાં સસરાએ છરીના ઘા મારી જમાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શહેરકોટડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આરોપી સસરાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક જીતેન્દ્ર ઉર્ફે જીગાએ ૭ વર્ષ પહેલાં જયા ડોડીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમની દોઢ વર્ષની દીકરી પણ છે. પતિ જીતેન્દ્ર બેકાર હોવાથી પોતાનું અને દીકરીનું ભરણપોષણ માટે જ્યાબેન પોતાના પિતા વિનુભાઈ ડોડીયાના ઘરે આવી ગઈ હતી.

આરોપી વિનુભાઈ કટલરીની વસ્તુઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે જયાબેન પણ છૂટક મજુરી કરે છે. મૃતકને દારૂ પીવાની લત હતી. જેથી અવાર નવાર પોતાના સાસરે આવીને પત્ની જ્યાબેન પાસે પૈસાની માંગણી કરતો હતો. જો જયા પૈસા ના આપે તો તેને મારતો પણ હતો. ઘટનાના દિવસે પણ જીતેન્દ્ર પૈસા લેવા સાસરે આવ્યો. અને બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉશ્કેરાયેલા સસરા વિનુભાઈએ છરીના ઘા ઝીકીને જમાઈની હત્યા કરી દીધી હતી. આરોપી વિનુભાઈ ડોડીયાએ પોતાની જ દીકરીને વિધવા બનાવી દીધી હતી.

શહેરકોટડા પોલીસે હત્યા કેસમાં મૃતક જીતેન્દ્રનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યારે આરોપી સસરા વિનુભાઈની ધરપકડ કરી લીધી છે. આ હત્યા પાછળ ઘરકંકાસ જ છે કે અન્ય કોઈ અદાવત છે, તે મુદ્દે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
આ ઘટના બાબતે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, શહેરકોટડામાં વિસ્તારમાં આવેલી અશોક મીલની ચાલીમાં આરોપી વિનુભાઈ ડોડીયાએ પોતાના જમાઈ જીતેન્દ્ર ઉર્ફે જીગો પરમાર પર છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી. જીતેન્દ્ર ઉર્ફે જીગો પરમારને દારૂ પીવાની લત હતી, અને તે દારૂ પીવા માટે અવારનવાર આરોપીની દીકરી એટલે કે પોતાની પત્ની જયા ડોડિયા પાસે પૈસાની માંગણી કરતો હતો. જો તે પૈસા ન આપે તો મારપીટ પણ કરતો હતો. ત્યારે બુધવારે બપોરે અઢી વાગે પણ જીગો જયા પાસે દારૂના પૈસા માંગવા ગયો અને તેની સાથે મારપીટ કરી. આ વાતથી કંટાળીને આરોપીએ વિનુભાઈ ડોડીયાએ જમાઈની છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી. સ્થાનિક લોકોએ હત્યાને લઈને શહેરકોટડા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધીને આરોપી સસરાની ધરપકડ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/