fbpx
ગુજરાત

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણઉદેપુર હાઈવે પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થતા ગ્રામજનોએ ચક્કાજામ કર્યા હતા

બે રાજ્યો ને જોડતા મુખ્ય હાઇવે પર થયો હતો મોટો ટ્રાફિક જામ, ગાડીઓ અને ટ્રકોની મોટી કતારો જોવા મળી હતી. અમદાવાદ-ઉદેપુર હાઈવે પર એક વ્યક્તિનું અકસ્માતમાં મોત થતા ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કર્યા હતા. અકસ્માતમાં રાહદારીનું મોત થતા ગ્રામજનો અને પોલીસ આમને સામને આવી ગઈ હતી. જો ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠાના ગામડી ગામ પાસેથી પસાર થતો અમદાવાદ છોટાઉદેપુર નેશનલ હાઈવે ૪૮ પર પુરપાટ ઝડપે જતા વાહનથી મોત થયુ છે.

આ સમગ્ર ઘટના બાદ ગ્રામજનો આક્રોશમાં આવી રસ્તા પર આવી ગયા હતા અને હાઈવે બંધ કરાવી દીધો હતો.આ દરમિયાન ઘટનાસ્થળે આવેલી પોલીસને પણ ગ્રામજનોએ નિશાને લીધી અને પોલીસ પર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ પોલીસની ૩ ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો. એક પોલીસની ગાડીને આગ લગાડી હતી. ગ્રામજનોના ટોળાને દૂર કરવા માટે પોલીસે લગભગ ૧૨૦ જેટલા ટિયરગેસના સેલ છોડાયા હતા. આ સમગ્ર ઘટનામાં ગ્રામજનોની હાઈવે પર ઓવરબ્રિજની માગનું કારણ બહાર આવ્યું હતું. હાઈવે પર વારંવાર રાહદારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરતા હોવાથી ઓવરબ્રિજની માગ કરવામાં આવી હતી અને ઓવરબ્રિજ મંજૂર પણ થઈ ગયો છે પરંતુ તેનું કામ શરુ થયું નથી. જેથી કરીને ગ્રામજનોમાં આક્રોશ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/