fbpx
ગુજરાત

હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની આગાહીકાળઝાળ ગરમીમાંથી જલ્દી રાહત મળી શકે તેવા કોઈ એંધાણ જણાતા નથી

ગુજરાતમાં જાણે આકાશમાંથી આગ વરસતી હોય તેવી ભયંકર ગરમી પડી રહી છે જેના લોકો ખુબ જ પરેશાન છે હજુ રાહત મળવાના કોઈ એંધાણ જણાતા નથી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ રાજ્યભરમાં આજે પણ સૂર્યદેવ કોપાયમાન રહેશે. સતત બીજા દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ રહેશે અને સતત બીજા દિવસે તાપમાન ૪૬ ડિગ્રીને પાર જઈ શકે છે. રાજ્યના ૨૦ જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. આજ સવારથી જ ગરમીનો અનુભવ થઈ શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફુંકાઈ શકે છે.

રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી , ભાવનગર, જૂનાગઢ, કચ્છ, આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલમાં ગરમીનો પારો ઊંચકાએલો રહેશે.રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદ શહેરમાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. રાજ્યના ૬ શહેરોમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ૪૬ અને સુરેન્દ્રનગરમાં ૪૫.૯ ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતું. ડીસામાં ૪૫.૪ ડિગ્રી અને અમરેલામાં ૪૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/