fbpx
ગુજરાત

વડોદરામાં ટ્રાફિક પોલીસે ન્યાય મંદિર વિસ્તારના સાયકલ બજારના દબાણો હટાવ્યા

વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, વારંવાર રસ્તાઓ પર ટ્રાફિકના કારણે લોકોને પડી રહેલી હાલાકી ને દુર કરવા માટે શહેરના ન્યાય મંદિર વિસ્તારના મદન ઝાંપા રોડના સાયકલ બજારમાં ટ્રાફિક પોલીસની ટીમે સપાટો બોલાવ્યો હતો. બંને તરફના ફૂટપાથ સહિત અડધા રસ્તે દુકાનદારો દ્વારા રોજિંદા દબાણો કરી દેવાતા વારંવાર થતાં ચક્કાજામના કારણે ટ્રાફિક પોલીસ દ્વારા દબાણો દુર કરવામાં આવ્યા હતા.

શહેરના ખંડેરાવ માર્કેટ આસપાસ અને ગુરુદ્વારા સહીત અન્ય વિસ્તારમાં લારી ગલ્લાના ગેરકાયદે દબાણો અને ફ્રુટના દુકાનદારો દબાણ કરીને ફૂટપાથ પર ચાલવાની જગ્યા પર પોતાનો સામાન મૂકી દઈ ગેરકાયદેસર રીતે કામ ધંધો ચલાવતા, જેથી વાહન લઈને વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલી ભર્યું થઇ ગયું હતું. લોકોને ચાલવાની જગ્યા મળતી ન હતી. જેથી તાત્કાલિક ધોરણે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા દબાણો દુર કરવામાં આવ્યા હતા. પરિણામે દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી હતી. જ્યારે રસ્તા ખુલ્લા થતા વાહન વ્યવહાર સરળ થયો હતો અને રાહદારીઓને ચલ્વામાંતે ફૂટપાથ પર પણ બરાબર જગ્યા મળી હતી. બીજી બાજુ રાજ મહેલ રોડ પર ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સના દુકાનદારો સહિત મંગળ બજારના સાયકલ બજારમાં ત્રાટકેલી ટ્રાફિક પોલીસની ટીમથી આ વિસ્તારોમાં નાસભાગ મચી ગયો હતો. પોલીસે છ જેટલા ટુવિલર વાહનો પણ કબજે કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/