fbpx
ગુજરાત

ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારી સાંસદ સી.આર.પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્‌યો

ગુજરાત ભાજપ પ્રમુખની સામે કોંગ્રેસે નૈષધ દેસાઇને મેદાને ઉતાર્યા હતા. નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે ભવ્ય જીત મેળવી છે. લોકસભા ચૂંટણી ૨૦૦૯ માં ૪૭ ટકા મતદાન થયું હતુ. ૨૦૧૪ માં ૬૬ ટકા મતદાન અને ૨૦૧૯માં ૬૬ ટકા મતદાન નોંધાયું હતુંં. તો હવે આ વખતે ૨૦૨૪ માં ૫૭.૩૬ ટકા મતદાન નોંધાયું હતુ. છેલ્લી ૨ ટર્મ કરતાં આ વર્ષે ઓછું મતદાન થયું હતું. તેમ છતાં પાટિલનો ભવ્ય વિજય થયો છે.

નવસારી લોકસભા બેઠક ભાજપનો ગઢ મનાય છે. છેલ્લી ૩ ટર્મથી ભાજપનું જ શાસન રહ્યું છે. ૨૦૧૯માં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે(ચંદ્રકાંત રઘુનાથ પાટીલ) નવસારીમાં ભવ્ય જીત મેળવી હતી અને દેશમાં સૌથી વધારે લીડથી જીતનારા સાંસદ બન્યા હતા. હવે આ વખતે ૨૦૨૪ ની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર સી આર પાટિલ પર વિશ્વાસ વ્યકત કર્યો હતો. ૨૦૨૪ના પરિણામો મુજબ પાટીલને ૧૦૩૧૦૬૫ મતો મળ્યા છે સાથે સૌથી વધુ મત મેળવનાર સાંસદ બન્યા છે. મહત્વનું છે તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્‌યો છે.

સી.આર. પાટીલે ૭૬ હજારથી વધુ વોટના માજિર્નથી મોટી જીત મેળવી છે. વર્ષ ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સતત વધુ મતો મળ્યા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં નવસારી ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ સીઆર પાટીલે ૬,૮૯,૬૮૮ મતોથી ભવ્ય જીત મેળવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/