fbpx
ગુજરાત

પત્રકાર પર હુમલો કરવા માટે સોપારી આપનાર અને હુમલો કરનાર તમામને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા

છેલ્લા થોડા દિવસોથી અમદાવાદમાં ઘટી રહેલી ઘટનાઓ જોઈને લાગે છે કે, શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોય અને જાણે પોલીસનો ડર હોયજ નઈ. આ દરમિયાન અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક પત્રકાર પર રિવરફ્રન્ટ પાસે હુમલો કરવામાં આવ્યો હતો અને તેની સારવાર દરમિયાન પત્રકારનું મોત થયું હતું. ત્યારે આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર પર હુમલો કરનાર અને હુમલો કરવા માટે સોપારી આપનાર તમામ લોકોની ધરપકડ કરી લીધી છે.
ગત શનિવારના રોજ ૧૦.૪૫વાગે ની આસપાસ મનીષભાઈ જગદીશચંદ્ર શાહ નામના પત્રકારને રસ્તા વચ્ચે રોકીને બે અજાણ્યા ઇસમોએ તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સાથે પત્રકારને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ મનીષભાઈ ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ મનીષભાઈએ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનીષભાઈ નું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટનામાં પોલીસે લોકોની પણ પૂછપરછ કરી હતી જેમાં મૃતકની સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ લાલસિંહ ચંપાવત ની પૂછપરછ કરતાં આખી ઘટનાની સાચી હકીકત સામે આવી હતી. મહિપાલસિંહની પૂછપરછમાંથી જાણવા મળ્યું હતું કે મૃતક મનીષભાઈની પત્ની સાથે તેના ભાઈ યુવરાજને પ્રેમ સંબંધ હતો જેની મનીષભાઈને જાણ થતા ૨૦૨૧માં મનીષભાઈની પત્નીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં યુવરાજસિંહની ધરપકડ પણ થઈ હતી તે જામીનમુક્ત થતા જામીનની શરતો મુજબ કોટે વટવા પોલીસ સ્ટેશનની હદમાં યુવરાજસિંહને પ્રવેશ કરવો નહીં તેવો હુકમ કર્યો હતો. આ બનાવ બાદ મનીષભાઈ અને મહિપાલસિંહના પરિવાર સાથે વારંવાર ઝઘડાઓ થતા હતા જેથી મહીપાલસિંહે મૃતક મનીષભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડીને ડરાવ્યા હતા અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. મહિપાલસિંહ એ આ માટે અક્કુ નામના ઇસમને બે લાખ રૂપિયાની સોપારી આપી હતી ત્યારબાદ અક્કું એ બે ઈસમોને સુરત બોલાવી અને મનીષભાઈ ના હાથ પગ ભાંગવા અને ડરાવવા માટે ?૧,૨૦,૦૦૦ ની સોપારી આપી હતી અને મહિપાલસિંહ સાથે મુલાકાત કરાવી હતી. પોલીસે હાલ ૪ ગુનેગારોને ઝડપી પાડ્‌યા છે જેમાં મહિપાલસિંહ લાલસિંહ ચંપાવત, વિકુ ઉર્ફે વિકાસ સંતોષભાઈ ઓડ, અનિકેત રમેશભાઈ ઓડ, અક્કૂ ઉર્ફે આકાશ રાજુભાઈ વાઘેલા ની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આગળની તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/