fbpx
ગુજરાત

સુરત પાલિકા અને પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યોટ્રાફિક સમસ્યા દૂર કરવા શહેરના ૪૪ જેટલા મોટા સર્કલને નાના કરવામાં આવશે

સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે સુરત મહાનગર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સાથે મળીને એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સુરત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ૪૪ જેટલા ટ્રાફિક પોઇન્ટ પર આવતા સર્કલ ને નાના કરવામાં આવશે જેથી ચાર રસ્તા થોડા મોટા થઈ શકે અને ટ્રાફિકનું ભારણ ઘટી શકે.સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે.

સાથે જ આ ટ્રાફિક સિગ્નલોનું લોકો પાલન કરે તે માટે થઈને પોલીસ દ્વારા અલગ અલગ જાગૃતિ કાર્યક્રમો પણ રાખવામાં આવી રહ્યા છે. હાલ સુરત શહેરમાં તમામ પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલને લોકો અનુસરી રહ્યા છે. તેમ છતાં પણ શહેરમાં અનેક જગ્યાઓ પર ટ્રાફિક જોવા મળે છે. આ ટ્રાફિકને પહોંચી વળવા માટે થઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન સુરતના અલગ અલગ જગ્યાના ૪૪ જેટલા ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ પર સ્પીડ બ્રેકર અથવા તો મોટા સર્કલો હોવાનું સામે આવ્યું હતું. આ સ્પીડ બ્રેકર તેમજ મોટા સર્કલો હોવાથી વાહનને ફરીને જવું પડે છે. જેથી ટ્રાફિકમાં વધારો થાય છે જેથી સુરત પોલીસ અને પાલિકા દ્વારા સુરત શહેરમાં ૪૪ જેટલા ટ્રાફિક સિગ્નલ ઉપર આવેલા સ્પીડ બ્રેકર તેમજ મોટા સર્કલો દૂર કરવામાં આવશે. તેના ભાગરૂપે જોન વન વિસ્તારમાં આવતા તમામ સર્કલોનું અવલોકન ડીસીપી ભક્તિ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે તમામ અધિકારીઓને આ બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/