fbpx
ગુજરાત

અમૂલે કાઠીયાવાડી છાશ લોન્ચ કરી

કચ્છ જિલ્લાની ગૌરવ સમી સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા હાલ ચાંદરાણી પ્લાન્ટ ખાતે અમૂલ બ્રાન્ડ અંતર્ગત “કાઠીયાવાડી છાશ” અને ૧ કિલો દહી ટબનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ લોંચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ અને સતાપર-ગોવર્ધન પર્વતના મહંત તથા સચિદાનંદ મંદિર-અંજારના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજ ના શુભ હસ્તે કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં વધતા જતા છાશના વેચાણને ધ્યાનમાં રાખીને અમૂલ ડેરીએ હાલમાં કાઠિયાવાડી છાશનું લોન્ચિંગ કર્યું છે. જે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં લોકપ્રિય છાશનું નવું સ્વરૂપ છે. આ ઉપરાંત દહીં ઉત્પાદન મસ્તી દહીનું ૧ કિલોનું પેક પણ લોન્ચ કરવામાં આવ્યું છે. ૪૦૦ દ્બઙ્મ કાઠિયાવાડી છાશની થેલીની કિંમત ૧૦ રૂપિયા છે. તેમજ ૧ કિલો મસ્તી દહીની કિંમત ૧૧૦ રૂપિયા છે. ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (ય્ઝ્રસ્સ્હ્લ) અમૂલના વાઇસ પ્રેસિડેન્ટ વલમજી હુંબલે કચ્છમાં સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કાઠિયાવાડી છાશ અને મસ્તી દહીંના ૧ કિલોના પેકેટ લોન્ચ કર્યા હતા.

લોકપ્રિય છાશ દરરોજ સરેરાશ એક લાખ લીટર છાશ વેચાય છે, અમૂલ કાઠિયાવાડી છાશના લોન્ચ સાથે વેચાણમાં ૨૦% વૃદ્ધિની અપેક્ષા રાખે છે. આ કાઠિયાવાડી છાશ ટૂંક સમયમાં સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને અન્ય રાજ્યોમાં ઉપલબ્ધ થશે. ગુજરાતમાં તેનું ઉત્પાદન કરતા ચાર પ્લાન્ટ છે. બજારના પ્રતિભાવના આધારે, તે અન્ય પ્રદેશોમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. વલમજી હુંબલે મીડિયાને જણાવ્યું હતું કે કાઠિયાવાડી અથવા સૌરાષ્ટ્રના પ્રદેશોમાં પરંપરાગત છાશ થોડી ખાટી હોય છે, ઘણા લોકો તેને પીવા અને કઢી જેવી વાનગીઓ બનાવવા માટે પસંદ કરે છે. તેથી, કાઠિયાવાડી છાશની આ ખાસ વેરાયટી રજૂ કરવામાં આવી છે. વલમજીભાઈ હુંબલે જણાવેલ કે હવે કચ્છના લોકો પણ કાઠિયાવાડી છાસનો સ્વાદ માણી શકે તથા મોટા પરિવારો, હોટલ વ્યવસાય અને પ્રવાસન સ્થળો પર દહી મોટા પ્રમાણમાં મળી રહે તથા સાથે લઈ જઈ શકાય તે માટે એક કિલો દહી ટબ વાળા પેકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ છાસ અને દહી હાલ કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/