fbpx
ગુજરાત

જૂનાગઢથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાં વિરૂદ્ધ ગીર સોમનાથના એસપી સહિતના અધિકારીઓને લોહાણા સમાજના અગ્રણી દ્વારા અરજી

લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણીએ ગીર સોમનાથના એસપી સહિત પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, રેન્જ આઈજી અને કલેક્ટરને અરજી કરવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, પોતાને તેમજ પોતાના પરિવારને જીવનું જોખમ છે.

થોડા દિવસ અગાઉ રાજેશ ચુડાસમાનું વિવાદીત નિવેદન સામે આવ્યું હતુ. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, ૫ વર્ષ જે લોકો મને નડ્‌યા છે તેમને હું છોડવાનો નથી, પાર્ટી તેમની સામે કાર્યવાહી કરે કે ન કરે પરંતુ હું તેમને છોડવાનો નથી.લોકસભા ચૂંટણીમાં રાકેશ દેવાણીએ સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વેરાવળના ડૉ.અતુલ ચગના આપઘાત કેસ મુદ્દે રાકેશ દેવાણીએ સાંસદ વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું.

ત્યારે તાજેતરમાં આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ પણ એક નિવેદનમાં આડકતરો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ હિસાબ કરે કે ન કરે, મને જે નડ્‌યા છે તેને હું મુકવાનો નથી. ત્યારે રાકેશ દેવાણીએ પોતાના પર અને તેમના પરીવાર પર જીવનુ જોખમ હોય તે બાબતે એસપીને અરજી કરી છે.જૂનાગઢના ડો.અતુલ ચગ કેસમાં સાંસદ રાજેશ ચુડાસમા ભરાયા હતા અને આ વખતે ચૂંટણીમાં તેમને તકલીફ પણ થઇ શકે તેમ હતી. હવે ચૂંટણી પત્યા બાદ તેઓ પોતાનો અસલી રંગ બતાવી રહ્યા હોય તેવી જૂનાગઢમાં ચર્ચા જોવા મળી રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/