fbpx
ગુજરાત

નિકોલ ટ્રાફિક વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજા બજાવતા આરોપીએ તેના બે મિત્રો સાથે મળી પ્રેમિકાના ભાઈની હત્યા કરી

શહેરની અંદર ક્રાઈમમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે પણ પોલીસમાં ફરજ બજાવતો વ્યક્તિ પણ ક્યારેક પોલીસ નું નામ ખરાબ કરી નાખે તેવો કિસ્સો અંડવાદના નિકોલમાંથી સામે આવ્યો છે, નિકોલ વિસ્તારમાં એક હેડ કોન્સ્ટેબલે યુવકની હત્યા કરી ફરાર થઈ ગયો છે. મૃતક બાદલ પટણી તેની માસીની દીકરીના ઘરે રહેતો હતો અને ફળના વેચાણનો ધંધો કરતો હતો.

ત્યારે તેની આ બહેનના પ્રેમસંબંધ ટ્રાફિક ય્ ડિવિઝનના હેડ કોન્સ્ટેબલ લલિત પટણી સાથે હોવાની જાણ થતાં તેણે અગાઉ બંનેને ટોક્યા હતા. મૃતક બાદલના ટોકવાથી આરોપી પોલીસ કર્મી લલિતને ગુસ્સો આવતો હતો અને વારંવાર ટોકવાને કારણે તેને અદાવત રાખી પોતાના બે મિત્રો સાથે આવી બાદલને નિકોલમાં જાહેર રોડ પર ધોકા અને લોખંડના હથિયાર વડે માર મારતા બાદલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેને સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જો કે, આ સમગ્ર મામલે આરોપી હેડ કોન્સ્ટેબલ લલિત પટણી અને તેના બે મિત્રો સામે હત્યાને ગુનો નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/