fbpx
ગુજરાત

યાત્રાધામ સ્વચ્છ, સુઘડ અને હરિયાળા બની રહે અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાની નેમને સાર્થક કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ

 ગુજરાત રાજ્યના યાત્રાધામ સ્વચ્છ, સુઘડ અને હરિયાળા બની રહે તે માટે ક્લીન એન્ડ ગ્રીન યાત્રાધામ તથા સ્વચ્છતા ત્યાં પ્રભુતાની નેમ ને સાર્થક કરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. ગ્રામ્ય શહેરી વિસ્તારના નાના-મોટા ધાર્મિક સ્થળોને આવરી લઇ રાજયના મહત્વના યાત્રાધામ અને સરકારી દેવસ્થાનો ખાતે વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

અમરેલી જિલ્લાના ગળધરા, ચલાળા, ભુરખીયા હનુમાન સહિતના પ્રસિદ્ધ યાત્રાધામો ખાતે વર્ષાઋતુના પ્રારંભે વૃક્ષારોપણની વ્યાપક ઝુંબેશ હાથ ધરવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન ઘડવામાં આવી રહ્યું છે. યાત્રાધામ સ્વચ્છ, સુઘડ અને હરિયાળા બની રહે તે માટે સ્વચ્છતા ત્યાં પ્રભુતાની નેમને સાર્થક કરવા અમરેલી જિલ્લાના યાત્રાધામોને હરિયાળા બનાવવા જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબધ્ધ છે.

અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાએ અમરેલી જિલ્લાના યાત્રાધામોને હરિયાળા બનાવવાની કામગીરી માટે તાલુકાવાર તાલુકા વિકાસ અધિકારીશ્રીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરી જવાબદારીઓ સોંપી છે. યાત્રાધામોમાં વૃક્ષારોપણના અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ વગેરેનો સહયોગ સાંપડશે, તેમ અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/