fbpx
ગુજરાત

વાપીમાં ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

વલસાડના વાપીમાં છેલ્લા ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં ૨ કલાકમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી દમણ રોડ,રેલવે અંડરપાસ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ઘુસ્યા છે. જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્‌યો છે.

પહેલા વરસાદે વાપી નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદ વરસવાના પગલે વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. ધરમપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્‌યો છે. રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/