fbpx
ગુજરાત

ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયને આઇએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ સટિર્ફિકેશન મળ્યું૨૦૦૯થી સતત આ સટિર્ફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૦૯માં ક્વોલિટી મેનેજમેન્ટના આઇએસઓ બેન્?ચમાર્ક મેળવવાની પહેલની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પણ જળવાઈ રહી. મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં આ આઇએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ સટિર્ફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કાર્યાલયને ૨૦૦૯માં આઇએસઓ બેન્?ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું.

રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ આઇએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ સટિર્ફિકેશન પ્રથમવાર ૨૦૦૯માં એનાયત થયું હતું.
નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે. ૨૦૦૯ થી ૨૦૨૩ સુધી સળંગ પાંચ ત્રિર્વાષિક ૈંર્જીં સટિર્ફિકેશન મેળવનારા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે આ વિશેષ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘સ્વાગત’ કાર્યક્રમ તથા ૈંર્જીં ઓડિટની પરંપરા પણ સફળતાપૂર્વક આગળ ધપી છે. આ સફળતાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયને હાલ ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીના સમયગાળા માટેની છઠ્ઠી સાયકલ માટે આ ૈંર્જીં ૯૦૦૧ઃ૨૦૧૫ સટિર્ફિકેશન એનાયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ આઇએસઓ સટિર્ફિકેશન ટેક્નોક્રેટ કન્સલ્ટન્ટના ડિરેક્ટર ભાવિન વોરા તથા સટિર્ફાઇંગ એજન્સી બ્યુરો વેરિટાસના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ આઇએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ સટિર્ફિકેશન મુખ્યમંત્રી કાર્યાલયને સુનિશ્ચિત માપદંડ સાથે કાર્યસિદ્ધિ, ક્ષમતા અને અસરકારકતા તેમજ સમયબદ્ધતા દ્વારા આમ જનતાની અપેક્ષાની પૂતિર્ને હાંસલ કરવા સતત પ્રતિબદ્ધ રાખશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો. રાજ્યના વહીવટી પ્રશાસન અંગેના વડાપ્રધાનના ચિંતન તેમજ ઉત્તમ જનસેવાના સંકલ્પને સાકાર કરવાના અવિરત પ્રયત્નોના ફળ સ્વરૂપે આ આઇએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ સટિર્ફિકેશન ઝ્રસ્ર્ંને મળ્યું છે તે માટે ટીમ ઝ્રસ્ર્ંને મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/