fbpx
ગુજરાત

અમદાવાદ ખાતે શારદાબેન જનરલ હોસ્પિટલમાં વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી કરાઈ

વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી નિમિત્તે સોમવારે ૧૫ જુલાઈ-૨૦૨૪ના રોજ અમદાવાદની શારદાબેન જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ તથા આ પહેલાં સારવાર લઈને સાજા થયેલા દર્દીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ નિમિત્તે વિભાગના વડા ડૉ. નિલેશ ઘેલાણી તથા પ્રાધ્યાપક ડૉ.સંકિત શાહ અને ડૉ.અંકિત શાહ દ્વારા સમાજમાં પ્લાસ્ટિક સર્જરી અંગે જાગૃતિ ફેલાય તેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ હોસ્પિટલમાં નજીકના ટૂંક સમયમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં નવું માઇક્રોસ્કોપ મશીન વસાવવામાં આવશે. જેના ઉપયોગથી સંપૂર્ણ રીતે કપાઈ ગયેલા હાથ-પગ અને આંગળીને ફરી જોડવાના ઓપરેશન શક્ય બનશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ શારદાબેન જનરલ હોસ્પિટલમાં ગુજરાતનો સૌથી જૂનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ કાર્યરત છે. જેમાં છેલ્લાં ૩૦થી વધુ વર્ષથી જન્મજાત ખોડખાપણ, (હાથ પગની જોડાયેલી આંગળીઓ, ચહેરા ઉપરના અવિકસિત ભાગો, પેશાબના કાણાની તકલીફ ) દાઝેલાની સારવાર, હાથ- પગ કે આંગળીઓ પૂરી કપાઈ ગયા હોય, તેવા દર્દીઓની સારવાર, ચહેરા તથા નાકની ઈજા થયેલ દર્દીઓ, તથા સ્નાયુચેતા અને લોહીની નસો જોડવાનું, તથા ડાયાબિટીસ માટે ફિસ્યુલા નિર્માણ, તથા કોસ્મેટિક સર્જરી જેવા ઓપરેશન કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/