fbpx
ગુજરાત

સુરતમાં સ્વામીશ્રી નિર્દોષાનંદજી સેવા સત્સંગ મંડળ દ્વારા ભવ્યાતિભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ, મહા રક્તદાન શિબિર, વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ અને આયુર્વેદ કેમ્પ યોજાશે.

કર્ણભૂમિ સુરતની સુવર્ણધરા ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડથી ખૂબ મોટી સંખ્યામાં અર્થ ઉપાર્જન વ્યવસાય અર્થે આવેલ જન સમુદાયમાં સનાતન ધર્મની અણિશુદ્ધ સંન્યાસ પરંપરામાં જેમનું નામ એક આદર્શ અને પરમ વિરક્ત સંત તરીકે સર્વત્ર સુવિખ્યાત થયુંછે એટલું જ નહિ જેઓની તપશ્ચર્યા, સાધના અને યોગાશક્તિનાં પ્રભાવથી ભાવનગર જિલ્લાનાં ટીંબી ગામે આવેલી માનવસેવા હોસ્પિટલ છેલ્લા 13 વર્ષોથી અવિરતરૂપે લાખોની સંખ્યામાં દર્દીનારાયણની તમામ પ્રકારની આરોગ્યસેવા તદ્દન નિ:શુલ્કરૂપે કરી રહીછે આહોસ્પિટલનાં પ્રણેતા પૂજ્યપાદ સંતવર્ય સ્વામી શ્રીનિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં ચરણોમાં અનન્ય નિષ્ઠા અને આસ્થા ધરાવનારો ખૂબ મોટો સમુદાય સુરતમાં વસી રહ્યોછે સેવક સમુદાય દ્વારા છેલ્લા દોઢેક વર્ષથી સૂર્યપુત્રી તાપીનાં પવિત્ર તટ ઉપર કામરેજ ખોલેશ્વરની પાસે એક અતીવ મનોહર, પ્રાકૃતિક અને સાત્ત્વિક ઉર્જાથી સમ્પન્ન એવો સેવા સાધના આશ્રમ અને શ્રીઆત્મેશ્વર મહાદેવનું ભવ્ય શિવાલય નિર્માણ પામી રહ્યાછે ત્યારે પૂજ્ય સ્વામીજીનાં સનાતન ધર્મનાં અને માનવસેવા તથા શિવભક્તિનાં સદ્સંસ્કારોથી સંસ્કારિત થયેલ સેવક સમુદાય દ્વારા સુરત નગરનાં આંગણે પૂજ્યપાદ સ્વામીશ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પાવન નિશ્રામાં આગામી તારીખ 21/07ને રવિવારનાં રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે.

આપાવન પર્વનાં અનુસંધાને ટીંબી હોસ્પિટલનાં દર્દીઓનાં લાભાર્થે ખૂબ મોટા પ્રમાણમાં રક્ત એકત્રિત કરવાના પ્રયાસરૂપે સુપર રક્તદાન મહાશિબિર યોજાશે અને સાથો સાથ દર્દી ભગવાનની સેવા માટે નિઃશુલ્ક નેત્ર-નિદાન અને સારવાર કેમ્પ, દંત-ચિકિત્સા (દંતયજ્ઞ) કેમ્પ અને પંચકર્મ આયુર્વેદ પદ્ધતિથી સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ પણ આયોજિત કરવામાં આવ્યોછે આકેમ્પની અંતર્ગત આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા દર્દીઓને મોતિયાનાં દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું  અને દુઃખાવા રહિત વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે દંતયજ્ઞ કેમ્પમાં તદ્દન વિનામૂલ્યે કોઈ પણ જાતની પીડા વગર જાલંધરબંધ યોગપદ્ધતિ દ્વારા દાંત કાઢી આપવામાં આવશે તેમજ દાંતનાં દર્દીઓનું નિદાન તથા સારવાર કરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવશે પંચકર્મ આયુર્વેદ કેમ્પમાં સાંધાનો અને કમરનો દુઃખાવો, ડાયાબિટીસ, બી.પી., ચિકનગુનિયા, એસિડીટી, કબજિયાત, ચર્મરોગ, તાવ, શરદી, બાળરોગો, કિડનીનાં રોગો, સ્ત્રીરોગો વગેરેનું તદ્દન નિઃશુલ્ક નિદાન અને પંચકર્મ દ્વારા સારવાર પણ કરી આપવામાં આવશે સાથોસાથ 15 વર્ષથી નાના કિશોર વયનાં બાળકોને તદ્દન વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા પીવરાવવામાં આવશે.

ગુરુપૂર્ણિમાનાં આ પાવન પર્વને આવકારવા તારીખ 20 જુલાઈ ને શનિવારનાં રોજ ગુરુપ્રતિમાની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરવામાં આવશે જયારે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે તા. 21 જુલાઈને રવિવારના રોજ આયોજિત સવારે ધર્મસભા, ગુરુવંદના, ધૂન સંકીર્તન તથા કેમ્પનો શુભારંભ ગુરુપ્રતિમાની પૂજનવિધિ, મહાઆરતી સ્વામીશ્રી ભોલાનંદજી તથા સ્વામીશ્રી સદાનંદજી ગુરુભક્તિ અને માનવસેવા તથા કલ્યાણમય અમૃતવાણીનો લાભ આપશે સન્માન તથા પ્રાસંગિક વક્તવ્યો થશે ઉપસ્થિત તમામ ધર્મપ્રેમીજનોને મહાપ્રસાદ સમૂહ ભોજન સાંજે સેવા સાધના આશ્રમ ખોલેશ્વર કામરેજ ખાતે નવનિર્મિત સંત મંદિરમાં થશે સંતોનું પ્રથમ આગમન સમગ્ર  થશે આમહોત્સવનું લાઈવ પ્રસારણ યુ-ટ્યુબ ચેનલ ગુરુસાન્નિધ્ય GURU SANNIDHYA પર પ્રસારિત કરવામાં આવશે આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા માટે તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને પધારવા સહૃદય નિમંત્રણ આપવામાં આવેછે તેમજ કેમ્પની સેવાનો લાભ લેવા માટે દર્દી ભગવાનને અને રક્તદાન કરવા માટે યુવા તંદુરસ્ત ભાઈઓ બહેનોને હાર્દિક નિમંત્રણ આપવામાં આવેછે તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/