fbpx
ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ કર્યો ભારે હોબાળો

રાજકોટ મહાનગરપાલિકા (ઇસ્ઝ્ર ) ની જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ભારે હોબાળો કર્યો હતો. બીજી તરફ અગ્નિકાંડના પીડિત પરિવારો રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. પીડિત પરિવારો ન્યાયની માગ સાથે કોર્પોરેશન પહોંચ્યા હતા. મૃતકના પરિવારને પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ અપાયો હતો. બેઠકમાં કોંગ્રેસ કોર્પોરેટરોએ અગ્નિકાંડ મુદ્દે ચર્ચાની માગ કરી હતી. કોંગ્રેસે પોસ્ટર બતાવી વિરોધ કર્યો હતો. આખરે કોંગ્રેસના કોર્પોરેટરોને માર્શલ દ્વારા સભામાંથી બહાર કઢાયા હતા. જો કે બેઠકમાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે ૨ મીનિટનું મૌન પાળવાનો વિવેક પણ સત્તાધીશો ચૂકી ગયા હતા. સભામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી હતી.

ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપ થયો હતો જેના પગલે સભામાં ભારે હોબાળો થયો હતો. એક તરફ અગ્નિકાંડના પીડિત પરિવારો પણ રાજકોટ મનપા ખાતે પહોંચ્યા હતા. પીડિત પરિવારો ન્યાયની માગના પોસ્ટર સાથે કોર્પોરેશ ખાતે પહોંચ્યા હતા. જો કે કોંગ્રેસ કોર્પોરેટરોની સહીથી મૃતકના પરિવારને પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ અપાયો હતો. સભામાં કોંગ્રેસે અગ્નિકાંડ મુદ્દે ચર્ચાની માગ કરી હતી તો બીજી તરફ ભાજપના કોર્પોરેટર એક સાથે ઉભા થઇને વિરોધ કરતા જોવા મળ્યા હતા.તો બીજી તરફ ભાજપ દ્વારા પણ યુવા મોરચા અને મહિલા મોરચાના કાર્યકરોને સભામાં બોલાવાયા હતા અને પ્રેક્ષક ગેલરની ફુલ કરી દેવાઇ હતી. જો કે જનરલ સભા પહેલા એક તબક્કે કોંગ્રેસના કોર્પોરેટરની અટકાયત પણ કરાઇ હતી. કોંગ્રેસ કોર્પોરેટરે અટકાયતમાંથી આવીને સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/