fbpx
ગુજરાત

સડેલા શાકભાજીની આડમાં ગુજરાતમાં ઘૂસદવામાં આવી રહેલો ૧૯ લાખનો દારૂ ઝડપી પડતી દાહોદ એલસીબી

રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે ગુજરાતનો દાહોદ જિલ્લો આવેલ છે, ભૂતકાળમાં પાણીના ટેન્કર, દૂધ વાહન અને એમ્બ્યુલન્સ સહિતના અલગ અલગ કીમિયાથી લઈ જવાતો દારૂ ઝડપાયો હતો. હવે સડેલા શાકભાજીની આડમાં લઈ જવાતો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં દાહોદ એલસીબી પોલીસને સફળતા મળી છે. દાહોદ એલસીબીએ અત્યારે લાખો રૂપિયોનો વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો છે. આ સાથે સાથે બે આરોપીઓની પણ અટકાયત કરી દેવામાં આવી છે.

દાહોદ એલસીબીના પીઆઈ સહિતની ટીમ મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા મુખ્ય હાઇવે એવા લીમખેડા આસપાસના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. મધ્યપ્રદેશથી ગુજરાતમાં જઈ રહેલાના વાહનોની વોચ રાખી તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન દેવગઢ બારિયાના અસાયડી નજીક હોટલ ઉપર શાકભાજી ભરેલા બે મીનીટેમ્પો શંકાસ્પદ લાગતાં પોલીસે તપાસ કરી હતી. જેમાં શાકભાજીના થેલા નીચે વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બંને ગાડીના ચાલકની અટકાયત કરી દેવામાં આવી છે.

આ ઘટનામાં પોલીસ દ્વારા ગણતરી કરતાં ૧૯ લાખ ૨૪૮ દારૂની પેટીઓ મળી આવી હતી. બંને વાહનોમાંથી દારૂ જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. હાલ પોલીસે મૂળ મધ્યપ્રદેશના બંને ચાલકોની ધરપકડ કરી જથ્થો ક્યાથી લાવ્યા અને ક્યાં પહોચડવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે. જો કે, અત્યારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/