fbpx
ગુજરાત

જૂનાગઢ પોરબંદર દ્વારકા જિલ્લા માં ૭૨ કલાક માં આખી સિઝન ના વરસાદ થી ભારે નુકશાની. પીડિતો નો સર્વે કરી પેકેજ જાહેર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પાલ આંબલિયા ની મુખ્યમંત્રી સમક્ષ માંગ

કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયા એ મુખ્યમંત્રીને કર્યો ઈ-મેઈલ ૭૨ કલાકમાં આખી મૌસમનો વરસાદ પડ્યો ત્યાં તાત્કાલિક નુકશાની સર્વે કરવા કરી માંગ દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં નુકશાની સર્વે કરવા કરી માંગ પત્રમાં “ડબલ એન્જીન સરકાર”, “ગુજરાત મોડેલ” પર ઉઠાવ્યા સવાલ વિશ્વગુરુના ખોટા સપના બતાવવાને બદલે ઘેડ પંથકનો પ્રશ્ન હલ કરવા કરવામાં આવી માંગ ઘેડ પંથકનાં ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજની કરી માંગ ઘેડ પંથકના ૪૦-૪૫ ગામો સંપર્ક વિહોણા હોવાનો પત્રમાં ઉલ્લેખ ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણ સામે તાત્કાલિક વળતર આપવામાં આવે માલધારીઓને થયેલ પશુઓના નુકશાની સામે તાત્કાલિક વળતર આપવામાં આવે નાગરિકો, વેપારીઓને થયેલ નુકશાની સામે તાત્કાલિક વળતર આપવામાં આવે યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી૭૨ કલાકમાં આખી મૌસમનો વરસાદ વરસી ગયો એવા જૂનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં તાત્કાલિક સર્વે કરી સ્પેશિયલ પેકેજ જાહેર કરવા માંગ સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં સરેરાશ ૧૦૧ %, પોરબંદર જિલ્લામાં ૯૩ % જૂનાગઢ જિલ્લામાં ૮૪% વરસાદ નોંધાઇ ચુક્યો છે જેના કારણે ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણ નું ખૂબ મોટું નુકસાન થયું છે

માલધારી ભાઈઓને પોતાના પશુઓનું જાનમાલનું ખૂબ મોટું નુકસાન થયું છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી જવાના કારણે ઘર વખરી અને ઘરમાં રહેલી તમામ વસ્તુઓ ખરાબ થઈ છે બઝારોમાં કળસમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને પોતાની દુકાનો ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ સામાન પલળી જવાના કારણે ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છેજૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના એમ પાંચ તાલુકાના ૬૫ થી ૭૦ ગામો કે જે ઘેડ પંથકથી ઓળખાય છે તે પૈકી ઓછામાં ઓછા ૪૦ થી ૪૫ ગામો છેલ્લા ૭૨ કલાકથી સંપર્ક વિહોણા છે કે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને આ પૈકી ૨૦ થી ૨૫ ગામો હજુ આવનાર ૭૨ કલાક સુધી આ જ સ્થિતિમાં રહેશે તો પણ નવાઈ જેવું નથી ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે એકબાજુ આપણે વિશ્વગુરુના સપનાઓ બતાવીએ છીએ, ડબલ એન્જીન સરકારના ગાણા ગાઈએ છીએ, ગુજરાત મોડેલનો પ્રચાર આખા ભારતમાં કરી રહ્યા છીએ ત્યારે ૪૦-૪૫ ગામો એક અઠવાડિયા સુધી સંપર્ક વિહોણા રહે, ટાપુમાં ફેરવાઈ ગયેલા રહે અને આપણે ડબલ એન્જીન સરકાર લાચાર બની રહેવા સિવાય કશું જ ન કરી શકીએ તો આ તે સરકારની કેવી નબળાઈ ?? ભ્રષ્ટ તંત્ર ના કારણે નાગરિકોને જાનમાલનું નુકશાન થાય, ૪૦-૪૫ ગામો દુનિયાથી સંપર્ક વિહોણા થઈ જાય એ ભ્રષ્ટ તંત્રની સૌથી મોટી ફરિયાદ છે 

    મહોદયશ્રી આપને નમ્ર અનુરોધ છે કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં જ્યાં જ્યાં પાક નુકશાની, જમીન ધોવાણ, માલધારીઓ, વેપારીઓ, નાગરિકોને જેને જેને નુકશાની થઈ છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે, થયેલ નુકશાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે ઘેડ વિસ્તારમાં જે કાયમીનો પ્રશ્ન છે તેનો નિકાલ કરી ચાલુ વર્ષે થયેલી નુકશાની સામે સ્પેશિયલ પેકેજની ૭૨ કલાકમાં જાહેરાત કરવામાં આવે અન્યથા આ વિસ્તારના લોકો, ખેડૂતોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરવાની અમારે ફરજ પડશે તેમ આંબલિયા એ જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/