fbpx
ગુજરાત

પોરબંદરમાં ફરી એક મેઘરાજની ધમાકેદાર બેટિંગ; ૭ કલાકમાં ૧૯ ઇંચ વરસાદ વરસ્યો

આ વર્ષે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લામાં એકસાથે ૨૭ ઈંચ વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ ફરી એક વાર વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સવારે ૪ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં ૧૯ ઈંચ વરસાદ થતા સર્વત્ર ફરી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પોરબંદર પંથકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદે ફરી એકવાર ઘેડની કમર તોડી નાખી છે. ભારે વરસાદને પગલે પોરબંદરની જીવાદોરી સમાન ખંભાળા ડેમ છલકાયો છે. ખંભાળા ડેમ સંપૂર્ણપણે છલકાતા લોકોમાં આનંદની લાગણી છે. નીચાણવાળા ૧૨ ગામોને એલર્ટ રહેવા૩ સૂચના અપાઈ છે.

પોરબંદરમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટીંગ શરૂ કરતા શહેરમાં એકસામટો અઢી ઈંચ વરસાદ ખાબકી ગયો છે. શહરેમાં અગાઉના પાણી હજુ ઓસર્યા ન હતા ત્યાં ફરી વરસાદ ખાબકી જતા શહેરમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે. ૨૨ જેટલા ગામ હજુ પણ સંપર્ક વિહોણા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા અનેક ગામોમાં પાણી ભરાયા છે. કેટલાક ગામોમાં ૨ થી ૮ ફુટ સુધી પાણી ભરાયેલા છે. જેના પગલે ગામલોકોને અવરજવર કરવામાં પારવાર હાલાકી વેઠવી પડી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/