fbpx
ગુજરાત

આજરોજ  સંસદ માં રજુ થયેલ કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ 

આજરોજ  સંસદ માં રજુ થયેલ કેન્દ્રીય બજેટ ઉપર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે દેશ માં મંદી થી અને મુશ્કેલીઓ થી લડનારા દેશવાસીઓ ને બજેટ થી ખુબ અપેક્ષાઓ હતી, પણ બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે.ખાસ કરી ને આપણા ગુજરાત માટે તો કોઈપણ પ્રકાર ની રાહત, જાહેરાત, વાત કશું જ નથી. ખરા અર્થ માં આ બજેટ થોડા ઘણા શબ્દો ની સજાવટ છે.નીતીશકુમાર અને ચંદ્રાબાબુ નાયડુ એ સરકાર નું નાક દબાવ્યું એટલે થોડી ઘણી જાહેરાતો બિહાર અને આંધ્રપ્રદેશ માટે કરવી પડી બીજા માટે કંઇપણ નથી. આ એજ ભારતીય જનતા પાર્ટી છે જે ચૂંટણી ઢંઢેરા માં કહેતી હતી કે સાચા ટેક્સ ભરનારા લોકો, જે પગાર થી ટેક્સ ભરતાં લોકો ને ૧૦ લાખ સુધી સુધી ની આવક ઉપર કર મુક્તિ આપશે.વર્ષ ૨૦૧૪ માં ચૂંટણી ઢંઢેરા માં કરેલ વચન પછી આ ૧૧ મું બજેટ રજૂ થયું છતાં કોઈ ફાયદો નહીં.

આ બજેટ માં ખેડૂતો, શ્રમજીવીઓ, મનરેગા માટે કોઈ જાહેરાત કે વાત નહિ. આરોગ્ય ઉપર જે વાત થવી જોઈએ તેવી કોઈ વાત આ બજેટ માં નથી. પ્લેટિનમ ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડી અને પ્લાસ્ટિક ઉપર વેરો વધાર્યો. આ દેશ માં પ્લેટિનમ ખરીદનારા કેટલા, ઉપયોગ કેટલો? જ્યારે પ્લાસ્ટિક વાપનારા ભારત ના દરેક ઘર માં જોવા મળે છે. નાના નાના ઉદ્યોગકારો અને બંધ થતા એમએસએમઇ તેની બજેટ માં કોઈ વાત નથી. સરકાર વિદેશ થી આવતી કંપનીઓ ના ટેક્સ ઘટાડવા ની વાત કરે છે – આટલો વિદેશ સાથે પ્રેમ, પણ જે જરૂરિયાત વાળા દેશ ના લોકો ની ચિંતા કેમ નહિ તે સવાલ ઊભો કર્યો હતો. આ દેશ ખેતી પ્રધાન છે ત્યાં કેન્દ્રીય બજેટ માં ખેડૂતો માટે કોઈ નક્કર વાત નથી.

સરકાર ને આસામ, બિહાર અને આંધ્રપ્રદેશ માં પુર આવે ને નુકશાન થાય છે તે દેખાય છે તો ગુજરાત ની ઘેડ પંથક, પોરબંદર શહેર, જૂનાગઢ વિસ્તાર , દ્વારકા અને દક્ષિણ ગુજરાત ના વિસ્તાર માં અતિવૃષ્ટિ થી ખેડૂતો પરેશાન છે, લોકો હેરાન છે તે કેમ નથી દેખાતા તેવો સવાલ ઊભો કર્યો હતો. વારંવાર વરસાદ થી તારાજ થતા ગુજરાત ના વિસ્તારો માટે કોઈ જાહેરાત બજેટ માં કરવા માં આવી નથી. આ બજેટ માં સામાન્ય ગુજરાતી કે હિન્દુસ્તાની ને ખુશી થાય તેવું કઈ પણ નથી. રાહુલ ગાંધી જી એ ન્યાય યાત્રા, યોજના કરી હતી અને ચૂંટણી ઢંઢેરા માં જે ‘ પેહલી નોકરી પક્કી ‘ સ્ટાઈપન્ડ ની જાહેરાત કરી હતી તેને કોપી પેસ્ટ કરી બજેટમાં મૂકી ખરી પણ તે પણ નજીવી રકમ અને તેમાં ટર્મ્સ અને કન્ડીશન મૂકી ને લોભામણી જાહેરાત ની જેમ કોઈ ફાયદો ના થાય અને ઠગાઈ જોવા ની વારો આવે તેમ છે. દેશ ના લોકો ને મોંઘવારી નો માર વધારે નડશે, નોકરિયાતો ને ટેક્સ નું ભારણ વધવા નું છે. યુવાઓ જે રોજગાર ઈચ્છે છે તેમના માટે આ સરકાર નોકરી ના નામે ઠેંગો છે અને કોઈ ફાયદો નહીં થાય. નાના ઉદ્યોગકારો, ખેડૂતો અને મજદુરો ને કોઈ લાભ આ બજેટ થી મળવાનો નથી માત્ર ફુગાવો અને મોંઘવારી વધશે. આમ ગુજરાતી અને હિન્દુસ્તાની ઉપર ટેક્સ વધ્યો છે તેથી દુઃખી છે તે આ ભાજપ ના બજેટ ની વાસ્તવિકતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/