fbpx
ગુજરાત

અતિ ભારે વરસાદના કારણે આજે વડોદરા શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

છેલ્લા ૨૪ કલાકથી વડોદરામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે ત્યારે, આ પ્રકારે વરસાદ પડવાની શક્યતાઓને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણા અધિકારી દ્વારા આજે (૨૫, જુલાઇ – ૨૦૨૪) ના રોજ શહેર-જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતની કરીએ તો મધ્ય ગુજરાતનું સ્માર્ટ સિટી વડોદરા શહેર મેઘ તારાજીનો સામનો કરી રહ્યું છે. ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને ધમરોળ્યા બાદ મેઘરાજાએ વડોદરા શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવાનુ શરૂ કર્યું છે. ગણતરીના કલાકોમાં અવિરત વરસાદ ખાબકતાં સ્માર્ટ સિટી વડોદરા પાણીથી તરબતર થઇ ગઇ. તો બીજી તરફ આજે વડોદરા શહેર અને જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા ના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા છે. વોટર લોગિંગના કારણે

સોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે.. લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે. વડોદરામાં મેઘો સાબેલાધારે વરસી રહ્યો છે. ય્ૈંડ્ઢઝ્રના કર્મચારીઓને ઘરે પહોંચવા અપીલ કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇમર્જન્સી કંટ્રોલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

વડોદરામાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે કારેલીબાગ વિસ્તાર જાણે દરિયો બની ગયો છે.. કારેલી બાગ વિસ્તારના શ્રીજી પાર્ક, આવકાર, આકાશદીપ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.. કારેલી બાગ વિસ્તારના આ કરોડો રૂપિયાનાના બંગલામાં પાણી ફરી વળ્યું છે. મકાનની અંદર પાણી ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ન માત્ર આ એક જ પરંતુ કારેલીબાગ આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે.. શહેરના માંડવી લહેરીપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, ગોત્રી, સેવાસી, માંજલપુર, સહિતના તમામ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે.. ભારે વરસાદના કારણે નાના-મોટા અનેક વેપારીઓ પોતાના વેપારની દુકાનો બંધ કરીને ઘરે આવવાની શરૂઆત કરી દીધી છે.

ગેંડા સર્કલ ચાર રસ્તાનો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. ધોધમાર વરસાદના કારણે ગેંડા સર્કલનો વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા હતા. લોકોના વાહન ખોટવાતા વાહનને ધક્કો મારવા માટે મજબૂર બન્યા હતા. વડોદરા શહેરની જેમ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી તારાજી સર્જાય.. પાદરા શહેરમાં અવિરત વરસાદના કારણે આખું શહેર પાણી પાણી થઈ ગયું.. પાદરા-જંબુસર હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અવિરત વરસાદના કારણે રેસકોર્સ સર્કલ પાસે શોરૂમના બેઝમેન્ટમાં પણ પાણી ભરાયા. બેસમેન્ટ આખું પાણીમાં ડૂબી જતા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક લોકો દ્વારો મોટર મારફતે પાણી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/