fbpx
ગુજરાત

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર; ૩૬ બાળકોના લીધો ભોગ

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર જોવા મળ્યો છે. આ વાઇરસના કારણે અત્યાર સુધીમાં રાજ્યના ૩૬ બાળકોનો ભોગ લીધો છે. કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. આ ઉપરાંત તે ચાંદીપુરા વાઇરસનો ભોગ બનેલા વિસ્તારોની મુલાકાત લઈને તેનો સામનો કરવાની સ્થિતિની સમીક્ષા કરી શકે છે. ચાંદીપુરા વાયરસના કારણે માત્ર બનાસકાંઠામાં જ બે દિવસમાં ૩ બાળકોના મોત નિપજ્યા છે.. ડીસા અને પાલનપુરના બાળકનાં મોત બાદ સુઇગામના બાળકનું પણ મોત નીપજ્યું છે.

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે.. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થઈ ગયાં છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં ૧-૧ બાળકનાં મોત થઈ ગયાં છે.

પાલનપુરમાં બાળકનું મોત નિપજતાં આરોગ્ય વિભાગની ટમ દોડતી થઈ.. મૃતક બાળકીના ઘરે પાલનપુરના ધારાસભ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્યની ટીમ અને નગરપાલિકાની ટીમ પહોંચી અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરી ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરી છે.

આ સિવાય સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થઈ ગયું છે. ૧૧ વર્ષય બાળકીમાં લક્ષણ દેખાયાં હતાં.. આ બાળકીની સિવિલ હોસ્પિટલના ઁૈંઝ્ર વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. જોકે ૩૬ કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. આ બાળકીમાં ઝાડા, ઊલટી,તાવ, માથાનો દુખાવો, ખેંચ લક્ષણો જોવા મળ્યાં હતાં.

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે સાબરકાંઠા અને હિંમતનગરની વિવિધ સરકારી હોસ્પિટલોની મુલાકાત લઈને ચાંદીપુરા વાઇરસ સામે લડવાની તૈયારીની સમીક્ષા કરી હતી અને તેના માટેના સૂચનો પણ આપ્યા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ચાંદીપુરા વાઇરસથી ડરવાથી જરૂર નથી, પણ તકેદારી જરૂર રાખવી જોઈએ. તકેદારીમાં જ સમજદારી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/