fbpx
ગુજરાત

પાટણમાંથી બોર્ડર રેન્જ સાયબર સેલની ટીમે દરોડો પાડી બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવના ભાગીદાર ભરતને પકડી પાડયો

ચર્ચાસ્પદ બુકી સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવના ભાગીદાર ભરતને પકડી પાડી હજારો કરોડ રૂપિયાના સટ્ટાકાંડનો પર્દાફાશ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, ભરત ચૌધરીને પોલીસે અદાલતમાં રજૂ કરી ૧ ઑગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ભરતના મોબાઈલ ફોનમાંથી સૌરભ ઉર્ફે મહાદેવ, દિલીપ પ્રજાપતિ, રવિકુમાર સિંગ અને રોનક પ્રજાપતિના પાસપોર્ટના ફોટો મળી આવ્યા છે. પોલીસના હાથમાં આવેલા ભરત ચૌધરીના મોબાઈલ ફોને મોટા ઘટસ્ફોટ થયા છે. ભાગીદાર અતુલ અગ્રવાલ સાથે મળેલા ફાઈનલ હિસાબમાં ૫૨૧૫ કરોડ રૂપિયાનું વર્ષ ૨૦૨૩માં ટર્નઓવર કર્યું હોવાનું એટલે કે, ૫૨૧૫ કરોડ રૂપિયાની સટ્ટામાં હાર-જીત થઈ છે.

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ને બાતમી મળી હતી કે, ભરત ચૌધરી વતન પાટણમાં આવ્યો છે અને મળતીયાઓ સાથે ગ્લોબલ ટી ૨૦ કેનેડાની મેચ પર સટ્ટો રમાડે છે. આ હકિકતના આધારે બોર્ડર રેન્જ સાયબર સેલ (મ્િર્ઙ્ઘીિ ઇટ્ઠહખ્તી ઝ્રઅહ્વીિ ઝ્રીઙ્મઙ્મ) ના પીએસઆઈ વાય. કે. ગોહિલે સ્ટાફ સાથે વોચ ગોઠવી પાટણ શહેરમાંથી ભરત ચૌધરીને ઝડપી લીધો હતો. ભરત મુમજીભાઇ ચૌધરીના મોબાઈલ ફોનમાંથી જુદીજુદી ૨૩ આઈડી અને ૬૮ ખાતા મળી આવ્યા હતા. દુબઈ સ્થિત સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ અને અતુલ અગ્રવાલ સાથે મળીને ભાગીદારીમાં ચલાવતો હોવાની કબૂલાત કરી છે. ભરત ચૌધરી પાસેથી એક મોબાઈલ ફોન અને એક કાર કબજે લેવામાં આવી છે. કારની માલિકી ભરતના ભાગીદાર રોનક પ્રજાપતિની હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

ભરત ચૌધરી ના મોબાઈલ ફોનમાંથી જુદીજુદી મીડિયા લિંક્સ અને ડોક્યુમેન્ટ ફાઈલમાંથી ૧૦-૨૦ રૂપિયાના દરની ચલણી નોટોના ફોટા મળી આવ્યા છે. આ ઉપરાંત વોટ્‌સએપ બિઝનેસમાં પોલીસે પંચ રૂબરૂ તપાસ કરતા ડેલટીન બ્રિજેશ ના વૉટ્‌સએપ એકાઉન્ટમાં ૧ રૂપિયાની ચલણી નોટનો ફોટો મળી આવ્યો છે. જેની નીચે ૫ પેટી આપેલ છે તેવું લખાણ મળી આવ્યું હતું. ભરત ચૌધરી દુબઈ ખાતેથી અલગ અલગ પાર્ટીના ક્રિકેટ સટ્ટામાં રૂપિયાના હવાલા કરાવતો હતો. ભરત ચૌધરીના ફોનમાંથી મળેલા હવાલા કૌભાંડ ના પૂરાવાઓને લઈને પૂછપરછ કરાતા તેણે મહાદેવ બુકના સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ ભાગીદારીમાં ધંધો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.

ઇીઙ્ઘઙ્ઘઅ છહહટ્ઠ, ય્ટ્ઠદ્ઘટ્ઠહટ્ઠહ, છॅॅટ્ઠ મ્ર્ર્ા, ઇટ્ઠદ્ઘદૃૈિ ર્ંહઙ્મૈહી, જીેહહઅ ર્ંહઙ્મૈહી, હ્લટ્ઠૈિॅઙ્મટ્ઠઅ, ન્ર્ંેજ૩૬૫, ત્નટ્ઠહહટ્ઠં મ્ર્ર્ા અને ન્ર્ૈહ મ્ર્ર્ા થકી મોટાપાયે ક્રિકેટ બેટિંગનો ગેરકાયદેસર ધંધો દુબઈ સ્થિત સૌરભ અને અતુલ ભાગીદારીમાં ચલાવી રહ્યાં છે. તેમજ ભરત ચૌધરીની ત્રણ આઈટી કંપની થકી ક્રિકેટ સટ્ટા બેટિંગની મોટી રકમની હેરાફેરી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ય્ઝ્ર્‌ ર્જીકંુટ્ઠિી ર્જીઙ્મેંર્ૈહ ઁદૃં ન્ંઙ્ઘ, ેંય્ઝ્ર ુિર્ઙ્ઘ ્‌ટ્ઠિઙ્ઘૈહખ્ત અને ન્ન્ઝ્ર છજરે ્‌ીષ્ઠરર્હર્ઙ્મખ્તઅ ન્ન્ઝ્ર નામની ત્રણ કંપનીઓ ભરત ચલાવે છે. જીસીટી સોફ્‌ટવેર અમદાવાદ સ્થિત કંપની છે. જ્યારે યુજીસી અને આશુ દુબઈ બેઝ કંપનીઓ છે. આ ત્રણ કંપનીઓ થકી ઝ્રિૈષ્ઠાીં મ્ીંંૈહખ્ત ના આઈડી ધારકોને રૂપિયાની ચૂકવણી થતી હોવાનું સામે આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/