fbpx
ગુજરાત

સુરતમાં લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાનું કૌભાંડ ઝડપાયુદુબઈથી બેસી ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા

સાયબર ફ્રોડ કરતા લોકોને ઝડપી પાડતી સુરત પોલીસ, લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં સાયબર ફ્રોડ માટે લોકોના બેંકોની કિટ મોકલાતી હતી. બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમે ૨ આરોપીની ધરપકડ કરી છે. જેમાં અજય ભગત, મયંક સોરઠિયા બન્ને ખાતા ભાડે આપતા હતા. દુબઈથી બેસી ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા.

સાયબર ફ્રોડ માટે લોકોના બેંકોની કીટ દુબઇ મોકલવાના રેકટનો પર્દાફાશ થયો છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. તેમાં અજય ભગત અને મયંક સોરઠીયા બેંક ખાતા ભાડે આપતા હતા. ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરી ડિજિટલ એરેસ્ટ, ઓનલાઇન હનીટ્રેપ, રેટિંગ ટાસ્ક,સેક્સોટ્રેશન જેવા ગુનાને દુબઇથી બેસી અંજામ આપતા હતા. શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવાના ચક્કરમાં પડતા ખોટી સંગત બરબાદી જ લાવે છે. જે ગુનાને અંજામ આપવામાં આવતો હતો. એ પૂર્વ આયોજિત ગુનો હતો.

સૂત્રમાં થોડા સમય અગાઉ ઓલપાડ પોલીસના હાથે ઝડપાયેલી ગેંગ લોકોને લાલચ આપી લોકોને પોતાનું એકાઉન્ટ પોતાનો રજીસ્ટર મોબાઈલ નંબર, છ્‌સ્ કાર્ડ, પાસબુક ખોલાવી આપી આ આરોપીઓ વસ્તુઓ લોકો પાસેથી ભોળવી લઇ દુબઈ ખાતે મોકલી આપતા અને ત્યારબાદ દુબઇથી ગેમ, ક્રિપટો કરન્સી, યુ.એસ.ડી.ટીનાં ટ્રાન્ઝેક્શનો કરી દરરોજના લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી તેની સામે ખાતા ધારકોને નાની રકમ આપી તમામ જવાબદારી ખાતા ધારકો પર નાખી દઈ ગેરકાયદેસર કૌભાંડ કરતા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ ગુના કરવા ટેવાયેલા હતા. ઓલપાડ પોલીસે ઓલપાડ-સાયણ રોડ પરથી ૬ લોકોની ધરપકડ કરતા તેમની પાસેથી અલગ અલગ કંપનીના ૨૭ જેટલા મોબાઈલ તેમજ ૧૯૦ જેટલા પ્રી-એક્ટીવ સીમકાર્ડ, ઇન્ડિયન બેંકોની ૧૧ કીટો, અલગ અલગ કંપનીના ૧૫ છ્‌સ્ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, કાર મળી ૩,૬૩ લાખનો મુદામાલ કબ્જે કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/