fbpx
ગુજરાત

છોટાઉદેપુર જિલ્લામાં એક પુરુષે પોતાનું પેન્ટ કાઢી નર્સને બાથ ભરી લેતાં ફરિયાદ નોંધાઈ

હાલ આખા ભારતમાં કોલકતાની આર. જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા પડી રહ્યાં છે. ઠેર ઠેર સરકારી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવી રહ્યાં છે. હોસ્પિટલમાં કામ કરતા તબીબો અને નર્સીંગ સ્ટાફની સલામતી અંગેનો કાયદો ઘડવાની માગ કરવામાં આવી રહીં છે. ત્યારે હવે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતા નર્સ સાથે હચમચાવી નાખે તેવી ઘટના બનવા પામી છે. જાેકે આ મામલે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સામાન્ય રીતે જ્યારે કોઇ અનિચ્છનીય બનાવ બનતો હોય ત્યારે લોકો તેને જાેઇને પણ અનદેખુ કરી દેતા હોય છે. પછી ખબર પડે છે કે, ઉભા રહીં દરમિયાનગીરી કરી હોત તો કદાચ આ ઘટના ન બની હોત. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આવુ બનતુ નથી. છોટાઉદેપુર જિલ્લાના એક ઁૐઝ્ર (પ્રાથમિક આરોગય કેન્દ્રમાં) ફરજ બજાવતા નર્સ સાથે પણ આવીજ કંઇ અજુગતી ઘટના બનવા પામી હોત, જાે આસપાસના લોકો દોડીને ન આવ્યાં હોત તો. છોટાઉદેપુર જિલ્લાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા મહિલા ગત તા. ૨૦ ઓગષ્ટના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેમના ઘર નજીક આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર હાજર થયા હતા.

આ સમયે તેમનુ બાળક પણ તેમની સાથે હતું, પણ સ્ટાફનો કોઇ કર્મચારી સરકારી આરોગ્ય કેન્દ્રમાં હાજર ન હતો. સાંજના પોણા છથી સવા છ વાગ્યાના અરસામાં મહિલા નર્સનુ બાળક આરોગ્ય કેન્દ્રના ગેટ પાસે રમી રહ્યું હતું. તેવામાં નર્સ તેમના બાળકને ઠીંડુ પીણુ પીવડાવવા જતા તેમના ડ્રેસ પર ઢોળાયું હતુ. જેથી તેઓ કપડા પર પડેલું પ્રવાહ સાફ કરવા માટે હોસ્પિટલમાં ગયા અને બહાર આવતા, તેમના હોસ્પિટલ પાછળ રહેતો પુરૂષ અચાનક હાંફતા હાંફતા સામેથી દોડી આવ્યો હતો. જેથી નર્સ તરીકેની ફરજ પુરી પાડી તેમણે સામેથી પુછ્યુંપ તમને શું થયું છે ?

આટલું પુછતા આ પુરૂષે કંઇ જવાબ ન આપી એકા એક તેઓને બન્ને હાથે બાથ ભીડી અભદ્ર વર્તન કરવાનુ શરૂ કરી દીધું હતુ. પોતાને બચાવવા માટે મહિલા નર્સે તેને ધક્કો મારી દેતા આ પુરૂષે શરમાવે તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરી પોતાનુ પેન્ટ ઉતારી દઇ ફરી બાથ ભીડવા જતા તેમણે બુમરાણ મચાવતા આસપાસમાં રહેતા લોકો દોડી આવતા આવી અભદ્ર હરકતો કરનારને ખેંચીને હોસ્પિટલના પ્રાંગણમાંથી બહાર લઇ ગયા હતા. આ મામલે મહિલા નર્સે ફરીયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંવિધા કલમ ૭૫ (૧), ૭૫ (૧) (ૈ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે એક તરફ કોલકતાની આર.જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાની સ્યાહી હજી સુંકાઇ નથી ત્યાં તો ગુજરાતની સરકારી હોસ્પિટલમાં કામ કરતો મહિલા નર્સિંગ સ્ટાફ કેટલો સુરક્ષિત છે, તેની સામે સવાલો ઉઠી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/