fbpx
ગુજરાત

અમદાવાદનાં નારોલ વિસ્તારમાં અસામાજિક તત્વોના ટોળાએ છરી વડે રૌફ જમાવ્યોCCTVનાં આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી

મેટ્રો સિટી અમદાવાદમાં અનેક વાર કહેવાતા માથાભારે શખ્સોની લુખ્ખાગીરી સામે આવતી હોય છે. આવી જ એક ઘટનામાં અમદાવાદની નારોલ પોલીસ અસામાજિક તત્વોમાંથી એક આરોપીની ઘરપકડ કરી છે. વાસ્તવમાં અસામાજિક તત્વોના ટોળાએ શહેરના નારોલ વિસ્તારમાં છરી વડે રૌફ જમાવ્યો હતો. જેમાં આ ઇસમોએ બુકાની પહેરી લોકોને છરી બતાવી ઘમકી આપી હતી. જે ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી.

આ દરમિયાન પોલીસે હવે અસામાજિક ઇસમની ધરપકડ કરી છે. અમદાવાદના નારોલના શાહવાડી વિસ્તારમાં આવેલ શ્યામ વિહાર ફ્લેટમાં અજાણ્યા ઇસમોએ છરી વડે રૌફ જમાવી લોકોને ધમકી આપી હતી. વાસ્તવમાં અગાઉ સોસાયટીમાં પાર્કિંગમાં બેસતા અસામાજિક તત્વોને રહીશોએ ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને અસમાજીક તત્વોએ દહેશત ફેલાવી હતી. જેને લઈ અસામાજીક તત્વોએ બૂકાની પહેરીને લોકોને ધમકી આપી હતી. આ તરફ હથિયારો સાથે અસમાજીક તત્વોની કરતૂતો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી. જેને લઈ હવે નારોલ પોલીસે આ ઇસમો પૈકી એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/