fbpx
ગુજરાત

ભારે વરસાદના પગલે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં રેડ એલર્ટ આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સાવર્ત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ આજથી (૨૪ ઓગસ્ટ) જ ગુજરાતમાં તહેવારોની શરૂઆત થઈ છે અને ચાર દિવસના લાંબા વેકેશનની પણ શરૂઆત થઈ છે. અત્યારે મેઘરાજા પણ મન મૂકીને વરસવાની તૈયારીમાં છે. હાલમાં ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી સાવર્ત્રિક ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી ૨૯ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

આજરોજ ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની શક્યતાં છે. હાલમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં સાવર્ત્રિક મેઘમહેર રહેશે. એટલે કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય છે જેમાં ગઈકાલ સુધી જે ઓફ શોર ટ્રફ મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી હતું તે આજે આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ સક્રિય થયું છે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે છે

અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અન્ય એક સિસ્ટમ જે ગઈકાલ સુધી બિકાનેર ઉપર મોન્સૂન સક્રિય હતું તે આજે ગુજરાત તરફ આવીને જેસલમેર ઉપર સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોને ભારેથી અતિભારે વરસાદનો લાભ મળશે. જ્યારે બંગાળની ખાડી ઉપર સર્જાયેલું લો પ્રેસર આગળ વધીને હાલમાં ઉત્તરપૂર્વે મધ્યપ્રદેશ ઉપર સક્રિય થયું છે. આ સાથે જ આગામી ૨૬ અને ૨૭ તારીખ દરમિયાન તે ગુજરાત સુધી પહોંચી જશે અને આ દિવસોમાં અત્યંત ભારે વરસાદ પણ વરસી શકે છે.

અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયો છે, પરંતુ હવે હવામાન વિભાગની આગામી પાંચ દિવસને લઈને આગાહી મુજબ અને ત્રણ સિસ્ટમ એક સાથે ગુજરાતમાં સક્રિય હોવાથી સુરેન્દ્રનગરને સારા વરસાદનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારો ધામધૂમથી ઉજવાય છે ત્યારે આ વર્ષે આ ઉત્સાહને વરસાદનું વિઘ્ન નડી શકે છે. કારણ કે, રાજકોટમાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/