fbpx
ગુજરાત

ગીર પંથકમાં સિંહોનો જીવ બચાવવા ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ લાગુ કરાયો માર્ગ પરની ગતિવિધીઓ પર હાઈ ટેક કેમેરા અને કંટ્રોલ રૂમ દ્વારા નજર રખાશે

જૂનાગઢના ગીર પંથકમાં વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. અહીં સિંહોનો જીવ બચાવવા માટે ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ લાગુ કરાયો છે. ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ અંતર્ગત અધ્યતન કેમેરા અને કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. મેંદરડાથી સાસણ રોડ (જી.ૐ. ૨૬) પર આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે મુસાફરોના વાહનોની ગતિ મર્યાદા ૩૦ ાદ્બ રાખવા મદદરૂપ સાબિત થશે. વન્ય જીવોનાં સરક્ષણ માટે આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થઈ શકે છે. ગીર પંથકના માર્ગ પરની ગતિવિધીઓ પર હાઈ ટેક કેમેરા અને કંટ્રોલ રૂમ દ્વારા નજર રખાશે.

મેંદરડાથી સાસણ સુધીના રાજ્ય ધોરી માર્ગ પર નવી સિસ્ટમ કામ કરતી જાેવા મળશે. જેમાં સેન્સર આધારિત કેમેરાનો ઉપયોગ કરીને માર્ગ પર કોઈ વન્ય પ્રાણીની હાજરી છે કે કેમ તેની માહિતી આપવામાં આવશે. માર્ગ પર લગાવવામાં આવેલા કેમેરાના દ્રશ્યો માર્ગ પર જ ઉપલબ્ધ ન્ઝ્રડ્ઢ ટીવી મારફતે જાેઈ શકાશે. દરેક વાહનને સ્પીડ માટે સૂચિત કરવામાં આવશે. વાહનને ગતિ મર્યાદામાં ચલાવવા માટે પણ દિશા-નિર્દેશો સતત વિડીયો મારફતે મળી રહેશે. આ ઉપરાંત જે વાહનો મર્યાદા કરતા વધુ સ્પીડમાં ગાડી હંકારશે તો તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે.

વાહનના રજિસ્ટ્રેશન નંબર પરથી કાર્યવાહી કરવામાં આવશે. આ સિસ્ટમ માત્ર દિવસે જ નહિ, રાત્રે પણ કાર્યરત રહેશે. સિસ્ટમમાં નાઈટ વિઝન કેમેરા પણ ફીટ કરવામાં આવ્યા છે. જે રાતના અંધારામાં રસ્તા પરથી પસાર થતા વન્ય પ્રાણીની હાજરીની માહિતી આપશે. આ માટે ન્ઝ્રડ્ઢ માં ડિસ્પ્લે કરી શકાય તેવા કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પ્રાણીઓને શોધવા માટે અધતન થર્મલ ઓપ્ટિકલ કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સમગ્ર સિસ્ટમ સેન્સર આધારિત હોવાથી ખૂબ જ ઝડપથી વન્ય જીવની હાજરી પારખીને વાહનચાલકોની અમર્યાદિત ગતિવિધિને પણ તુરંત રોકી શકવામાં મદદ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/