fbpx
ગુજરાત

અમદાવાદનાં એરપોર્ટ બહારથી CISF ના યુનિફોર્મ સાથે બિહારનો યુવક ઝડપાયો

અત્યાર સુધી તો અમદાવાદ શહેરમાં નકલી પોલીસના તો અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ હવે નકલી પેરામીલીટ્રીનો જવાન ઝડપાયો છે. હાઈ સિક્યોરીટી ઝોન ગણાતા અમદાવાદનાં એરપોર્ટ બહારથી ઝ્રૈંજીહ્લ ના યુનિફોર્મ સાથે બિહારનો યુવક ઝડપાયો છે. એરપોર્ટમાં ઝ્રૈંજીહ્લ માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આસબે એરપોર્ટના ટેક્ષી ડ્રોપ પોઈન્ટ ટર્મીનલ ૨ પાસે હતા, ત્યારે ઝ્રૈંજીહ્લ નાં યુનિફોર્મમાં હાજર એક શખ્સ શંકાસ્પદ લાગતા તેનું નામ પુછતા તેણે લવકુશ પંડિત હોવાનુ અને પોરબંદરમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોરબંદરમાં ઝ્રૈંજીહ્લનું કોઈ યુનિટ જ ન હોય તેની પાસે આઈકાર્ડ માંગતા એ પણ ન હોવાથી આ મામલે અંતે એરપોર્ટ પોલીસ મથકે યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જેને પગલે એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી લવકુશ પંડિત નામનાં બિહારના યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી બિહારના છોટા તાકીયા ગામનો રહેવાસી છે અને તે છેલ્લાં ૮-૯ મહિનાથી ઘરેથી પોતે પેરામીલીટ્રીમાં નોકરી કરતો હોવાનું કહીને નીકળી ગયો હતો. તેમજ પોતાના ગામનાં બે મિત્રોને વાયુસેનામાં નોકરીના નામે અમદાવાદ બોલાવ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલ આરોપીની પ્રાથમિક તપાસમા સામે આવ્યું કે તેને આર્મીમાં નોકરી કરવાનો બહુ શોખ હતો, જાેકે તે માત્ર ધોરણ ૧૨ સુધી ભણેલો હોય તેને નોકરી મળી ન હતી, જેથી પોતે પેરામીલીટ્રીનો યુનિફોર્મ પહેરી પોતાના વતનમાં અને મિત્રોને પોતાની ખોટી ઓળખ આપતો હતો. હાલ તો એરપોર્ટ પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી તેણે યુનિફોર્મ ક્યાંથી બનાવડાયુ અને તેણે યુનિફોર્મનો ઉપયોગ કરી કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિ કરી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/