fbpx
ગુજરાત

રાજ્યના કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી ર્નિણયગુજરાતમાં ખાનગી પ્રેકટિસ વિનાના કરાર આધારિત સરકારી તજજ્ઞ તબીબોનો પગાર વધારીને ૧.૩૦ લાખ કરાયો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા કટિબધ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા ઝ્રૐઝ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વપૂર્ણ ર્નિણય કરાયો છે.

ગુજરાતમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગરના તજજ્ઞ તબીબોને હાલમાં રૂપિયા ૯૫,૦૦૦નું વેતન આપવમાં આવે છે. ગુજરાત સરકારે આ વેતનમાં વધારો કરીને હવેથી રૂ. ૧,૩૦,૦૦૦ લાખ પ્રતિ માસ ચૂકવવાનો ર્નિણય કર્યો છે. ગુજરાતમાં કરાર આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવતી નથી. આથી ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે.

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ નવા ર્નિણય મુજબ જે તબીબ ખાનગી પ્રેક્ટિસ કરતા નથી અને સરકારી દવાખાનામાં કરાર આધારિત ફરજ બજાવે છે તેમને રૂ. ૯૫૦૦૦ પ્રતિ માસ વેતન આપવામાં આવે છે, આ વેતનમાં વધારો કરીને હવેથી તેમને પ્રતિ માસ રૂ.૧,૩૦,૦૦૦ આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજે ૩૭ % જેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે જે દર ચુકવવામાં આવે છે તે રૂ. ૩૦૦ થી વધારીને હવેથી પ્રતિ સર્જરી દીઠ રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને પણ પ્રોત્સાહક રકમના ૫૦ ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને ઁસ્ત્નછરૂના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.

ગુજરાત રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૨૫૦ તેમજ માઇનોર સર્જરી માટે રૂ. ૬૦૦ અને રૂ. ૩૦૦ પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/