fbpx
ગુજરાત

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. જ નોંધાયો

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર ૧.૩૬ એમ.એમ. જ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ ૬૮ તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે ૬થી ૧૦ કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકાએ યથાવત છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૭૯ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૪ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૫ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૮ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

હજુ પણ રાજ્યમાં છુટછવાયો હળવાથી મધ્યમ વરસાદની (ટ્ઠિૈહ) આગાહી ર્કિીષ્ઠટ્ઠજં છે. આજેબનાસકાંઠા,પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આજે મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગર, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદ (ટ્ઠિૈહ) વરસી શકે છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે.. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે. સારા વરસાદના પગલે રાજ્યના ૨૦૭ પૈકી ૧૦૭ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ સૌરાષ્ટ્રના ૯૧ જળાશયો હાઉસફુલ છે તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે.છેલ્લા દિવસોમાં વરસેલા વરસાદથી રાજ્યના ૧૫૧ જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. ૯૦ ટકાથી વધુ ભરાયેલા ૧૨૯ જળાશયો હાઈએલર્ટ, ૮૦થી ૯૦ ટકા ભરાયેલા ૧૬ જળાશયો એલર્ટ પર છે, તો ૭૦થી ૮૦ ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/