fbpx
ગુજરાત

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમમાં ઉત્તરાધિકારીનો વિવાદઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કરાયા

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમમાં ઉત્તરાધિકારીના વિવાદ મામલે ગુરુવારે મોડી રાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજાે મેળવ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિભારતી બાપુ ભારતી આશ્રમમાં વહીવટકર્તા હતા. ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેની વચ્ચે આજે ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતી (માતાજી)ને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યાં છે.

શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજે રવજી ભગત ઉર્ફે ઋષિભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી હાંકી કાઢવામાં આવ્યાં છે. રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત પણ કરી દેવાની નોટિસ જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, તેની સાથે કોઈપણ પ્રકારની લેવડ-દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં. અમે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી વિશ્વંભર ભારતીબાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ, જૂનાગઢ, ગોરા, વાંકિયા તેમજ વારસામાં વિલ યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ. અમે એ હરિદ્વાર મહાકુંભ મેળા તારીખ ૧૪.૦૨.૨૦૨૦ના નામે રવજી ભગતને અમારા સંન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ ઋષિભારતી રાખેલ.

આજે તારીખ ૩૧.૦૮.૨૦૨૪ના રોજ શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જૂનાગઢ, ગોરા, વાંકિયા તેમજ વારસામાં વિલ યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. જેથી તેનું ઋષિભારતી નામ પણ રહેતું નથી, વધુમાં આજથી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓનાથી તેઓની સાથે કોઈ પણ જાતની લેવડ-દેવડ કરવી કે કરાવવી નહીં છતાં જાે કોઈ કાંઇ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારી સંસ્થાની જવાબદારી રહેશે નહીં. અમે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મહંત હરિહરાનંદ ભારતીજી મહારાજ ગુરુ શ્રી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી વિશ્વંભર ભારતીબાપુ, શ્રી ભારતી આશ્રમ સરખેજ, જૂનાગઢ, ગોરા, વાંકિયા તેમજ વારસામાં વિલ યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ.

અમે અલ્હાબાદ મહાકુંભ મેળા ૨૦૧૯ના નામે વિલાસબેનને અમારા સંન્યાસ અખાડાની પરંપરા મુજબ તેનું નવું નામ વિશ્વેશ્વરી ભારતી (માતાજી) રાખેલ. આજે તારીખ ૩૧.૮.૨૦૨૪ના રોજ શ્રી ભારતી આશ્રમ, સરખેજ, જૂનાગઢ, ગોરા, વાંકિયા તેમજ વારસામાં વિલ યાને વસિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલ માંથી રજા આપીને મુક્ત કરવામાં આવે છે. જેથી તેનું વિશ્વેશ્વરી ભારતી (માતાજી) નામ પણ રહેતું નથી, વધુમાં આજથી તે અમારી ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કરવામાં આવે છે. આજથી કોઈ પણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓનાથી તેઓની સાથે કોઈ પણ જાતની લેવડ-દેવડ કરવી કે કરાવવી નહીં છતાં જાે કોઈ કાંઈ વ્યવહાર કરશે

તો તેમાં અમારી કે અમારી સંસ્થાની જવાબદારી રહેશે નહીં. પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ ગઈ તા. ૧૧- ૪ -૨૦૨૧ના રોજ દેવલોક પામ્યા હતા. તેમના બ્રહ્મલીન બાદ બે મહિના પછી આશ્રમનો વહીવટ સંભાળવાથી માંડીને આવક-જાવકના હિસાબોના મામલે માથાકૂટ શરૂ થઇ હતી. ત્યારે ભારતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ દેવલોક પામેલા વિશ્વંભર ભારતીજી મહારાજે ૨૦૧૯માં કરેલા વિલ મુજબ ચલાવવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યાં વળી હરિહરાનંદના શિષ્ય ઋષિભારતી મહારાજે વિશ્વંભર ભારતીજી બ્રહ્મલીન થયા પહેલાં તેમને કરી આપેલા હસ્તલેખિત નોટરી રૂબરૂનું વિલ રજૂ કરતાં જ વિવાદનો મધપૂડો છેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિલ કરાવવા માટે વિલ કરનાર તથા બે સાક્ષી કે જેમને વિલ સાથે કોઇ લેવાદેવા ના હોય એવી વ્યક્તિઓએ નોટરી માટે રૂબરૂ આવવું પડે.

નોટરીના ચોપડામાં સહી અને અગૂંઠાનું નિશાન લેવામાં આવે છે. ૨૦૨૧ના વિલના મામલે બંને પક્ષ આમને-સામને આવી ગયા હતા. છેવટે બ્રહ્મલીન વિશ્વંભર ભારતીજી મહારાજે કરેલું ૨૦૧૯નું વિલ સાચું કે પછી ૨૦૨૧માં કરેલું વિલ સાચું એ મામલે વિવાદ વણસ્યો છે. હાલ આ મેટર અંગે મિરઝાપુર કોર્ટમાં કેસ પણ થયો હતો. બ્રહ્મલીન વિશ્વંભર ભારતીએ ૧૬ નવેમ્બર-૨૦૧૯ના રોજ રજિસ્ટર વિલ કરાવ્યું હતું, જેમાં તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમના શિષ્ય હરિહરાનંદ મહારાજની નિમણૂક મહંત તરીકે કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમની ચાદર વિધિ સંત પરંપરા મુજબ કરવામાં આવે અને તેમને મહંત પદ સોંપવામાં આવે એમ જણાવ્યું હતું,

સાથોસાથ તેમણે મિલકતો પૈકીની સરખેજ સ્થિત આશ્રમ ઉપરાંત જૂનાગઢ તથા સાણંદ હાઇવે પરના શાંતિપુરા ગામમાં આવેલા શ્રી લંબેનારાયણ આશ્રમના ઉત્તરાધિકારી ટ્રસ્ટી તરીકે શિષ્ય હરિહરાનંદ ભારતીજીની નિમણૂક કરી હતી. જ્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા શ્રી ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે શ્રી કોઠારી સ્વામી શ્રી પૂર્ણાનંદ ભારતીજી મહારાજની મહંત તરીકે નિમણૂક કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી. ઋષિભારતીજી મહારાજ તરફથી રજૂ કરવામાં આવેલા ૨૦૨૧માં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનું નોટરી સમક્ષ કરાવવામાં આવેલા વિલમાં જૂનાગઢ આશ્રમ અને ગોરા આશ્રમના ઉત્તરાધિકારી તરીકે મારા શિષ્ય હરિહરાનંદ મહારાજની મહંત તરીકે નિમણૂક કરવામાં આવે તેમ જ તેમની ચાદર વિધિ કરવામાં આવે.

જ્યારે સરખેજ સ્થિત ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ખાતે આવેલાં મંદિર, કુટીર સહિતના આશ્રમના મહંત તરીકે ઋષિભારતી મહારાજની મહંત તરીકે નિમણૂૂક કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત બેંકમાં રહેલી રકમ તથા ડિપોઝિટની રકમ મેળવવા માટેની કાર્યવાહી કરવા નિયુક્ત મહંતને અધિકાર આપું છું. તમામ ટ્રસ્ટોની મિલકત તથા ઉત્તરાધિકારીને આજીવન મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હોદ્દાની રુએ ટ્રસ્ટની જગ્યા તથા સંસ્થાની સ્થાવર કે જંગમ મિલકત કોઇપણ અન્ય ટ્રસ્ટને વેચાણ કે ટ્રાન્સફર કરી શકશે નહીં કે ગીરવી મૂકી શકાશે નહીં. શ્રી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની ગઈ તા. ૧ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ યોજાયેલી મિટિંગમાં અનેક ઠરાવો થયા હતા. એ પૈકી ઠરાવ નં. ૬માં શ્રી ભારતી આશ્રમ, સરખેજ, અમદાવાદનો વહીવટ ટ્રસ્ટી મંડળની પરવાનગી સિવાય એકહથ્થું અને ગેરકાયદે રીતે ઋષિભારતીજીએ સંભાળી લીધો છે.

તેમના તરફથી આશ્રમને મળેલાં દાન-ભેટ સહિતની અન્ય ૧૦ પ્રકારની થયેલી આવક ટ્રસ્ટના બેંક ખાતામાં જમા થઈ નથી કે તેઓ આ અંગે કોઇ જ ખુલાસો કરતા નથી કે હિસાબો આપતા નથી. ઉપરથી ટ્રસ્ટીઓ સાથે ગેરવતર્ણૂક કરીને ગાળો બોલીને ટ્રસ્ટ્રીઓને અપમાનિત કરવામાં આવે છે. મતલબ કે ઋષિભારતી મહારાજ ગુંડાગીરી તથા દાદાગીરી પર ઊતરી આવે છે, જેથી નાછૂટકે તેઓ તથા તેમના મળતિયાઓ વિરુદ્ધ ફોજદારી રાહે તથા દીવાની રાહે કાર્યવાહી કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. ઉપરાંત તેમની સાથે કોઇએ લેવડ-દેવડ કરવી નહીં કે વહીવટી કામકાજ કરવું નહીં એ અંગે મીડિયામાં જાહેરાત આપવાનું પણ ઠરાવાયું છે. આ અંગે ખર્ચ કરવા તથા ચૂકવવાની સત્તા અધિકાર મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઇ પટેલને આપવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/