fbpx
ગુજરાત

અમદાવાદના માધુપુરા સટ્ટાકાંડનો મુખ્ય આરોપીને ગુજરત પોલિસએ દુબઈ જઈ પકડી આવી

વિદેશમાં બેસીને ભારતમાં કાળો કારોબાર ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં અમદાવાદના માધુપુરામાં દુબઈ બેસીને ચલાવતા આવતા સટ્ટા કાંડની ઘટના સામે આવી છે. ગુજરાત પોલીસ પહેલી વાર વિદેશમાં જઈને તેના વોન્ટેડ આરોપીને ઝડપી લાવી છે, અને આ યશ જાય છે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને. આ આરોપી કોઈ નાનો સુનો કે સસ્તો નથી. આ આરોપી ૨૩૦૦ કરોડનો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના સિનિયર અધિકારીઓ એ દુબઇ જઈને ઝડપી પાડેલ આરોપીનું નામ દિપક ઠક્કર ઉર્ફે દિપક ડિલક્સ છે જે મૂળ બનાસકાંઠાના ભાભર જેવા નાનકડા ગામનો દિપક સામાન્ય જુગારી હતો.

આ આરોપી જુગારી બન્યો અને પછી ટેક્નોસેવી જુગારી બની ગયો. તે સામાન્ય જુગાર પરથી ઓનલાઈન જુગાર રમવા અને રમાડવા લાગ્યો અને સમય આવ્યે દુબઇ ઉડી ગયો અને પછી ક્રિકેટમાં સટ્ટા અને શેરબજારના સટ્ટામાં ઝંપલાવ્યું અને દુબઇ બેઠા બેઠા જ રાષ્ટ્ર વ્યાપી ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ રમવા લાગ્યો. અમદાવાદ પોલીસે માર્ચ ૨૦૨૩માં માધુપુરા તથા વેજલપુર માં ડબ્બા ટ્રેડિંગ તથા ક્રિકેટ સટ્ટા સંદર્ભે દરોડો પડી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી તેઓ પાસે થી મળેલ વિવિધ બેન્ક એકાઉન્ટ ની ડિટેલ તથા વોલેટનું એનાલિસિસ કરતા ૨૩૦૦ કરોડ ના આર્થિક વ્યવહારો મળી આવ્યા હતા ઁઝ્રમ્ પાસેથી આ તપાસ અમદાવાદ ઈર્ંઉ ના જીઁ ભારતી પંડ્યાને સોંપવામાં આવી હતી અને પછી રાજ્ય પોલીસ વડા દ્વારા સમગ્ર કાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દેવામાં આવી.

અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓ અને મળેલા અન્ય પુરાવાઓ ને આધારે ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ અને હવાલાના ૨૩૦૦ કરોડ ના કૌભાંડના તાર દુબઇમાં બેઠેલા દિપક ઠક્કર સુધી પહોંચતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તેને ઇન્ટરપોલની મદદ થી ઝડપી. પાડવા ચક્રો ગતિમાન કર્યા અને આખરે કાનૂની પ્રકીર્યા પૂર્ણ કરી આજે તેને ગાંધીનગર લાવી દેવામાં આવ્યો. માધુપુરા સટ્ટાકાંડ માં કુલ ૧૮૬ આરોપીઓ છે જે પૈકી અમદાવાદ પોલીસ અને જીસ્ઝ્ર દ્વારા અત્યાર સુધી ૩૬ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે દિપક ડિલક્ષને લાવ્યા

બાદ અનેક મોટા બુકીઓના નામ ખુલવા સાથે પડદા પાછળ સટ્ટો ખેલતા મોટા ખેલીઓના નામો પણ બહાર આવશે સાથેજ સમગ્ર કાંડનો આંકડો વધે તેવી પણ શકયતા છે.અમદાવાદના મધુપુરા પોલીસ મથકે ૨૦૨૩માં જુગારધારા કલમ-૪,૫ તથા ઈ.પી.કો.ક.૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૩૪, ૨૦૧ તથા આઈ.ટી.એક્ટ કલમ-૬૬(સી)(ડી), ૭૫ તથા ધી સીક્યુરીટી કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ-૨૩(ઈ), ૨૩(એ), ૨૩(એફ), ૨૩(જી), ૨૩(એચ) મુજબના ઓનલાઈન ક્રિકેટ બેટીંગના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ રાજ્ય પોલીસ વડા દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી હતી. અમદાવાદ શહેરના વેજલપુર ખાતે આવેલ પી.એન.ટી.સી. કોમ્પલેક્ષના ૧૧ મા માળે વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફીસમાં શેરબજારના ડબ્બા ટ્રેડીંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ સારૂ વેલોસીટી સર્વરમાં મેટા ટ્રેડર એપ્લીકેશનનો ઉપયોગ કરી, શેરબજારના ડબ્બા ટ્રેડીંગનું આઈ.ડી. લઈ, બિનઅધિકૃત રીતે શેરબજારના સોદાઓકરવામાં આવતા હતા

મૂળ બનાસકાંઠા જિલ્લાના ભાભરના અને દુબઇ માં રહીને સટ્ટાનું નેટવર્ક ચલાવતા દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કર મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવતા તેને કોર્ટ મારફતે વોન્ટેડ જાહેર કરવામાં આવેલ દિપક ઉર્ફે ડીલક્સ દુબઇ ભાગી છૂટ્યો હોવાની માહિતી આધારે તેના વિરૂધ્ધ તા.૧૨/૦૭/૨૦૨૩ ના રોજ લુક આઉટ સર્ક્‌યુલર (ન્ર્ર્ા ર્ંેં ઝ્રૈષ્ઠિેઙ્મટ્ઠિ, ન્ર્ંઝ્ર) પ્રસિધ્ધ કરવામાં આવેલ. ત્યારબાદ, ભારત સરકારના ઈન્ટરપોલને કરેલ દરખાસ્ત આધારે તા.૧૫/૧૨/૨૦૨૩ ના રોજ ઈન્ટરપોલ દ્રારા તેની વિરુદ્ધ રેડકોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ. ઈસ્યુ કરાવેલ રેડ કોર્નર નોટીસ (ઇઝ્રદ્ગ) આધારે યુનાઈટેડ આરબ એમીરાત પોલીસ (ઝ્રૈંડ્ઢ ર્ક ંરીેંહૈંીઙ્ઘ છટ્ઠિહ્વ ઈદ્બૈટ્ઠિંીજ, ેંછઈ) દ્રારા તા.૧૩/૦૩/૨૦૨૪ના રોજ આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ઠક્કરની ધરપકડ કરવામાં આવેલ

તેની પ્રત્યાર્પણ દરખાસ્ત (ઈટંટ્ઠિઙ્ઘૈંર્ૈહ ર્ઁિર્ॅજટ્ઠઙ્મ ૈહ ટ્ઠષ્ઠષ્ઠર્ઙ્ઘિટ્ઠહષ્ઠી ુૈંર ંરી ઈટંટ્ઠિઙ્ઘૈંર્ૈહ ્‌િીટ્ઠંઅ હ્વીંુીીહ ઇીॅેહ્વઙ્મૈષ્ઠ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ ટ્ઠહઙ્ઘ ેંછઈ) મોકલી આપવા જણાવતાં, અત્રેથી ગુજરાત સરકારના ગૃહ વિભાગ મારફતે ભારત સરકારના ગ્રુહ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય, ન્યુ દિલ્હી મારફતે (ૐર્દ્બી ડ્ઢીॅટ્ઠિંદ્બીહં ર્ક ય્ેદ્ઘટ્ઠટ્ઠિં, સ્ૈહૈર્જંિઅ ંક ૐર્દ્બી છકકટ્ઠૈજિ, સ્ૐછ ટ્ઠહઙ્ઘ સ્ૈહૈર્જંિઅ ક ઈટંીહિટ્ઠઙ્મ છકકટ્ઠૈજિ, સ્ઈછ),ભારત સરકાર મારફતે યુનાઈટેડ આરબ એમીરાતને તા.૨૫/૦૬/૨૦૨૪ ના રોજ પ્રત્યાર્પણ દરખાસ્ત મોકલી આપવામાં આવેલ. આ દરખાસ્ત સાથે તા.૨૭/૦૮/૨૦૨૪ના રોજ ડીઆઈજી નિરલિપ્ત રાય ડ્ઢરૂજીઁ કે ટી કામરીયા તથા પોલીસ ઈન્સ્પેક્ટર ખાંટ સ્ટેટ મોનીટરીંગ સેલની એસ્કોર્ટ ટીમ દુબઈ પહોંચી દિપક ઠક્કરનો કબજાે મેળવ્યો હતો

અને આજે ગાંધીનગર ખાતે લાવી વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી છે.દિપક પાસેથી તેનો જુનો પાસપોર્ટ નં-ઁ૭૪૩૬૭૧૧, નવો પાસપોર્ટ નં-ઢ૬૪૮૬૦૬૪, યુનાઈટેડ આરબ એમીરાતના ૧,૯૮૦/- દિરહમ તથા મોટું રાઈટીંગ પેડ જેમાં ધાર્મિક લખાણ લખેલ છે જ્યારે નાની પોકેટ ડાયરી જેમાં વિવિધ વ્યક્તિઓના નામ તથા મોબાઈલ નંબરો વિગેરે લખાણ લખેલ છે તે કબ્જે કરવામાં આવેલ છે. આ કેસમાં અગાઉ પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે ચીકુ નારણભાઈ માળી તથા અમીત ઉર્ફે મુકેશ મહેશભાઈ ખત્રી પાસેથી ઓફીસનું ઓલ ઈન વન કોમ્પ્યુટર, લેપટોપ તથા મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલ. જેમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડીંગની ૪૭ આઈ.ડી. તથા નાણાંકીય લેવડ-દેવડના વ્યવહારો મળી આવેલ હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/