fbpx
ગુજરાત

લુણાવાડા આર.ટી.એસ. શાખામાં આઉટ સોર્સ કંપનીનાં ઓપરેટરે બનાવટી સહી કરી હુકમ કરતા ખળભળાટ

મહીસાગર જીલ્લાનાં લુણાવાડા આર.ટી.એસ. શાખામાં આઉટ સોર્સ કંપનીનાં ઓપરેટર દ્વારા બનાવટી સહી કરી હુકમ કર્યો હોવાની હકીકતો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઓપરેટરે નાયબ મામલતદાર તથા કારકુની બનાવટી સહી કરી અને બનાવટી હુકમ કર્યો હોવાની વિગતો સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. ૭૩ છછ નું નિયંત્રણ હટાવતી ખોટી સહીથી બારોબાર હુકમ કર્યો હોવાની વિગતો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. ઓનલાઈન સિસ્ટમ સાથે ચેડા તેમજ ડિસ્પોઝ કરી અરજદારને બનાવટી હુમક આપી દીધો હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.

આ બાબતે લુણાવાડા મામલતદાર કચેરીમાં ઈ ધારા શાખાને હુકમમાં સહી ખોટી જણાતા તાત્કાલિક કલેકટર કચેરીનું ધ્યાન દોરતા સાધની કાગળો ની ચકાસણી કરતા હુકમ બનાવટી હોવાનું બહાર આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આઉટસોર્સિંગ કોમ્પ્યુટર ઓપરેટર સામે બનાવટી હુકમ કરવા તથા સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા બદલ પોલીસ ફરિયાદ માટે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. ૭૩ છછ નો હુકમ કોણે મેળવ્યો તેમજ ખોટી સહયોગ કોના માટે કરવામાં આવી તે પણ તપાસનો વિષય છે. આ સમગ્ર બાબતે કોમ્પ્યુટર ઓપરેટરની સઘન પૂછપરછ કરવામાં આવે તો અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ ની સંડોવણી છે કે કેમ તે પણ બહાર આવી શકે એમ છે.

ખરેખર અરજદાર કોણ છે જેણે આ કામ કરાવ્યું તે અંગે પણ તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું. પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું માહિતીની પ્રેસનોટ માં સામે આવ્યું પરંતુ હજી સુધી પોલીસ ફરિયાદની કોપી મીડિયા સામે આવી નથી. આ પ્રકરણમાં અન્ય કોની કોની સંડોવણી છે તે તપાસનો વિષય છે. આ સમગ્ર પ્રકરણમાં વહીવટી તંત્ર તરફથી માત્ર પ્રેસનોટ આપવામાં આવી છે કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ અથવા તો નિવેદન તેમનું સામે આવ્યું નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/