fbpx
ગુજરાત

ડૉ.ભરતભાઈ બોધરા, મુકેશભાઈ દોશી,જૈમિનભાઈ ઠાકર,કેતનભાઈ ઠુંમર એ ગીરગંગા પરિવારના બનાવેલા ચેકડેમો અને રીચાર્જ બોર ની મુલાકાતે

રાજકોટ ગુજરાતના કોશા અધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોધરા, રાજકોટ જીલ્લાના શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમિનભાઈ ઠાકર, તેમજ આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી કેતનભાઈ ઠુંમર એ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા બનેલા રાજકોટની આજુબાજુના ઘણા ચેકડેમો અને રીચાજ બોર ની મુલાકાત લીધીગુજરાતના કોશા અધ્યક્ષ ડૉ.ભરતભાઈ બોધરા અને રાજકોટ શહેરની ભારતીય જનતા પાર્ટીની જીલ્લા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં બનેલા ૧૧ સરોવરની મુલાકાત લીધી. સરસ મજાના સરોવર ઓવરફલો થતા ડો.ભરતભાઈ બોધરા એ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા અને તેમની સમગ્ર ટીમની કામગીરી ખુબજ હૃદય થી બિરદાવી આગામી દિવસો માં પાણી બચાવો અભિયાન ના કાર્યને ગતિ મળે તેમાં અમો પણ આ અભિયાનને તન,મન અને ધન થી ગતિ આપીશું. દરેક લોકો ને પણ આ કાર્યમાં પરિવાર મિત્રો સાથે જોડાવાની અપીલ કરી અને જયા જરૂર પડે ત્યાં મદદ કરવાની વાત કરી હતી સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે.

તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષા થી પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થય રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોરરીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે એના ભાગ સ્વરૂપે રાજકોટ શહેરમાં પણ નાના મોટા ૧૧ ચેકડેમો અને સરોવર તૈયાર કરેલ છે. જેનાથી સરોવર ની આજુબાજુ ના વિસ્તાર માં સોસયટી અને ફ્લેટમાં ૧૫૦૦ થી ૨૫૦૦ ફૂટના બોરમાં તુરુ,કડવું, કછું પાણી હોવાથી પીવા અને વાપરવા લાયક હતું નહિ અને તેનાથી બીમારીનું પ્રમાણ વધતું અને પીવા માટે પાણીના ટાંકા મંગાવતા જેનો આર્થિક બોજો ખુબજ વધુ રહેતો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોગભાગીદારીથી ચેકડેમ બનતા વરસાદ માં બધાજ ચેકડેમ ભરાય જવાથી દરેક લોકોને બોરમાં ૨૦ થી ૨૫ ફૂટે પાણી આવી જવાથી ખુબ મોટો ફાયદો થયેલો છે. જેથી પહેલા જ વરસાદમાં ધણા ડેમો ઓવરફલો થયેલ હતા. આજુબાજુ ના વિસ્તાર માં પાણી ના સ્તર ઉચા આવતા લોકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હંબલ, રમેશભાઈ જેતાણી ગોપાલભાઈ બાલધા, રમેશભાઈ ઠક્કર, મિતલભાઈ ખેતાણી, સતીશભાઈ બેરા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુમ્મર, વગેરે લોકો આ કાર્યને વધુમાં વધુ વેગ આપવા જોડાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/