fbpx
ગુજરાત

સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું

કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ન્યૂ સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટિંગ અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ક્લિનિક થકી વિવિધ એલર્જીનાં દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર અપાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ (મ્ત્નઁ) પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એલર્જી ટેસ્ટીંગ અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.

આ ક્લિનિકમાં વિવિધ એલર્જીનું નિદાન કરવામાં આવશે. ધૂળ, જીવ જંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી, ફૂગ, ખોરાક સહિતની એલર્જીનું અહીં નિદાન કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અનેક મુશ્કિલ ઓપરેશનો કરી લોકોનો વિશ્વવાસ અને ભરોસો કાયમ રાખ્યો છે. ઘણી એવી સારવાર છે જે અન્ય ખાનગી હોસ્પિટલમાં મોંઘી છે, તે સારવાર અહીં નિઃશુલ્ક મળી રહે તેવી પહેલ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવમાં આવી છે. તેમણે કહ્યું કે, વિવિધ એલર્જીની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં લાખોમાં થાય છે, જે સારવાર હવેથી નવી સિવિલ હોસ્પિટલમાં નજીવી દરે અને ફ્રી મળશે. સી.આર. પાટીલે કહ્યું કે, આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હું આભાર વ્યક્ત કરું છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/