fbpx
ગુજરાત

ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડેએ ફોર્થ ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો-૨૦૨૪ની મુલાકાત લીધી

ભારતના પ્રથમ એવા સોલર પાવર્ડ વિલેજ -મોઢેરા સૂર્યગ્રામના પ્રદર્શનને જાેઇ શ્રી જગદીપ ધનખડે અભિભૂત થયા હતા
ભારત સરકાર દ્વારા આયોજિત ઇઈ-ૈંહદૃીજં સમિટ-૨૦૨૪ના સમાપન સમારંભમાં સહભાગી થવા ગુજરાતની ધરતી પર પધારેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે,મહાત્મા મંદિર ખાતે પ્રદર્શન કક્ષમાં થીમ પેવેલિયનની મુલાકાત લીધી હતી. શ્રી જગદીપ ધનખડે આજે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી, ભારત સરકાર દ્વારા આયોજિત પ્રદર્શન કક્ષમાં, વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૭૦ સુધીની, ભારતમાં રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે થયેલી અને થનાર પ્રગતિની ટાઇમ લાઇન રસપૂર્વક નિહાળી હતી. એક ચરખા પર લગાવેલી ડિવાઇસના માધ્યમથી, ચરખો ફેરવીને આખી ટાઈમ લાઈનને તેમણે જાેઈ હતી.

દુનિયાના સૌથી મોટા અને ગુજરાતના ખાવડા ખાતે કાર્યરત સોલર એનર્જી પાર્કનો અનુભવ શ્રી ધનખડેએ વીઆર ગ્લાસથી લીધો હતો. ફોર્થ ગ્લોબલ રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો-૨૦૨૪ ની મુલાકાત વેળાએ ઉપરાષ્ટ્રપતિ શ્રીએ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ એવા સોલર પાવર્ડ વિલેજ -મોઢેરા સૂર્યગ્રામના પ્રદર્શનને જાેઇ અભિભૂત થયા હતા. મોઢેરામાં પંચાયત ઘર, બસ સ્ટેન્ડ, પ્રાથમિક શાળા,રહેણાંકના ઘર બધું જ સોલર પાવર સિસ્ટમથી ઝળહળે છે.તેઓ સોલર સિટી-સોલર પેનલ અને તેનાથી થતા ફાયદાની વિગતો જાણી પ્રભાવિત થયા હતા.

ફોર્થ ગ્લોબલ એનર્જી ૨૦૨૪ ના પ્રદર્શનમાં જર્મની જેવા દેશોએ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તેલંગાણા,હિમાચલ પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોએ અને એસજીએનસ, ઇરેડા,એન.એચ.પી.સી.જેવી સંસ્થાઓએ ભાગ લીધો હતો થીમ પેવેલિયનની મુલાકાત પહેલા ,ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડેએ “એક પેડ મા કે નામ “અભિયાન અંતર્ગત મહાત્મા મંદિરના પ્રાંગણમાં બોરસલ્લીના છોડનું વાવેતર પણ કર્યું હતું.

આ વેળાએ ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રત, પંજાબના ગવર્નર શ્રી ગુલાબચંદ કટારિયા, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભારત સરકારના નવી અને નવીનીકરણના મંત્રી શ્રી પ્રલ્હાદ જાેશી,વન અને પર્યાવરણ ,આબોહવા પરિવર્તન મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ, નવી અને નવીનીકરણના રાજ્ય મંત્રીશ્રી શ્રીપાદ યશોવિજય નાઇક,ગુજરાતના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા,મુખય સચિવશ્રી રાજકુમાર, નવી અને નવીનીકરણના કેંદ્રીય સચિવશ્રી ભૂપેન્દ્ર ભલ્લા,ગુજરાતના ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખુઅ સચિવશ્રી એસ.જે.હૈદર,યુજીવીસીએલના એમ.ડી. શ્રી અરૂણ મહેશ બાબુ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને ગાંધીનગરના કલેકટર શ્રી મેહુલ દવે ઉપરાષ્ટ્રપતિશ્રી સાથે પ્રદર્શન નિહાળવા જાેડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/