દુનિયાભરમાં ગરીબોની સંખ્યા એક અબજ પર પહોંચી જશેકોરોનાના કારણે ૨૦૩૦ સુધીમાં ૨૦ કરોડ લોકો ગરીબીમાં ધકેલાઈ જશે
દુનિયાભરમાં કોરોનાના કહેરની દુરોગામી અસરો જાેવા મળી શકે છે.યુનાઈડેટ નેશન્સના નવા સ્ટડીમાં સામે આવ્યુ છે કે, ૨૦૩૦ સુધીમાં કોરોનાના કારણે ૨૦ કરોડ લોકો અત્યંત ગરીબ થઈ જશે.જાે આવુ થયુ તો દુનિયાભરમાં ગરીબોની સંખ્યા એક અબજ પર પહોંચી જશે.
આ સ્ટડીમાં કોરોનાના કારણે વિવિધ ક્ષેત્ર પર પડી રહેલી અસરો અને તેનો આગામી એક દાયકા સુધી કેવો પ્રભાવ રહેશે તે બાબત પર ભાર મુકવામાં આવ્યો છે.સ્ટડીમાં કહેવાયુ છે કે, મહામારી પહેલા દુનિયામાં વિકાસની રફતારને ધક્કો પહોંચ્યો છે.કોરોના ફેલાયો તે પહેલા જે અનુમાન હતુ તેના કરતા ૪ કરોડ જેટલા વધારે લોકો ગરીબીમાં ધકેલાઈ જશે.૨૦૩૦ સુધીમાં કુલ ૨૦ કરોડ લોકો વધારે ગરીબ બનશે.
દુનિયાભરના દેશોની સરકારો કોરોનાનો સામનો કરવા માટે કયા પ્રકારના વિકલ્પો અપનાવે છે અને તેની શું અસર પડે છે તેના પર પણ અંતિમ પરિણામ જાેવા મળી શકે છે.કોરોનાના કારણે દુનિયાભરના અર્થતંત્રો પર જે અસર પડી છે તેના કારણે ભૂખમરો વધવાની પણ સંભાવના છે.આ જ રીતે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ કોરોનાની મહામારી ગંભીર અસર પાડી રહી છે.
Recent Comments