fbpx
રાષ્ટ્રીય

ડીઝલ રૂપિયા ૩.૪૧ અને પેટ્રોલ આશરે રૂપિયા ૨.૫૫ મોંઘું થયું છેલ્લા ૧૮ દિવસમાં ૧૫ વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા

જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓએ છેલ્લા ૧૮ દિવસમાં, એટલે કે ૨૦ નવેમ્બરથી ૭ ડિસેમ્બર સુધીમાં ૧૫ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ૧૫ વખત કરવામાં આવેલા આ ભાવવધારાને લીધે ડીઝલ રૂપિયા ૩.૪૧ અને પેટ્રોલ આશરે રૂપિયા ૨.૫૫ સુધી મોંઘાં થયાં છે. ડિસેમ્બર મહિનામાં અત્યારસુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૬ વખત વધારો થયો છે. એને પગલે ડિસેમ્બર મહિનામાં પેટ્રોલ રૂપિયા ૧.૩૭ અને ડીઝલ રૂપિયા ૧.૪૫ મોંઘાં થયાં છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા ૧૪ દિવસમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂપિયા ૩.૬૦ વધી રૂપિયા ૮૧.૧૬ અને ડીઝલનો ભાવ લિટરદીઠ રૂપિયા ૨.૭૧ વધી રૂપિયા ૭૯.૬૦ થયો છે.
દિલ્હીમાં ૮ વર્ષ અગાઉ એટલે કે જૂન ૨૦૧૨માં લિટરદીઠ પેટ્રોલનો ભાવ રૂપિયા ૭૧ અને ડીઝલનો ભાવ રૂપિયા ૪૧ હતો, એટલે કે પેટ્રોલની તુલનામાં ડીઝલ રૂપિયા ૩૦ સસ્તું હતું, જ્યારે મુંબઈમાં જૂન,૨૦૧૨માં આ તફાવત રૂપિયા ૩૨ હતો. એ સમયે પેટ્રોલ રૂપિયા ૭૬ અને ડીઝલ લિટરદીઠ
રૂપિયા ૪૫ હતો. જાેકે હવે ડીઝલ અને પેટ્રોલની કિંમત વચ્ચેનું અંતર રૂપિયા ૧૦ પણ રહ્યું નથી. અત્યારે દિલ્હીમાં પેટ્રોલ રૂપિયા ૮૩.૭૧ પ્રતિ લિટર ભાવથી વેચાય છે, જ્યારે મુંબઈમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે રૂપિયા ૯૦.૩૪ અને રૂપિયા ૮૦.૫૧ પ્રતિ લિટરની કિંમતથી વેચાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/