કોરોનાકાળમાં સેન્સેક્સ ધડાકાભેર તૂટ્યા બાદ શેરબજારમાં તેજીસેન્સેક્સ ૪૯૪ પોઇન્ટ્સની છલાંગ સાથે ઑલટાઇમ હાઇ સપાટીએ
સેન્સેક્સ રેકોર્ડ ૪૬૦૦૦ની સપાટી પાર, નિફ્ટી ૧૩૬ અંક વધીને ૧૩૫૨૯ની સપાટીએ બંધ, કોરોના વેક્સિનની આશાએ માર્કેટ મજબૂત બનતાં મોટાભાગના શેરોમાં તેજી જાેવા મળી
કોરોના કાળમાં સેન્સેક્સ ધડાકાભેર તૂટ્યા બાદ તેટલાં જ ધમાકા સાથે શેરબજાર માં તેજી જાેવા મળી રહી છે. શેરબજારમાં કોરોના વેક્સિનની આશાએ દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ – નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા. સેન્સેક્સ ૪૯૫ અંક વધીને ૪૬૧૦૩ પર બંધ રહ્યો હતો. ઈતિહાસમાં પહેલી વખત સેન્સેક્સ ૪૬૦૦૦ને પાર પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી ૧૩૬ અંક વધીને ૧૩૫૨૯ પર બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી ૪૪૭ અંક વધીને ૩૦૭૦૯ પર બંધ રહ્યો હતો. જાણકારોનું માનીએ તો કોરોના વેક્સિનની આશાએ માર્કેટ મજબુત બન્યું છે અને મોટાભાગના શેરોમાં લેવાલી જાેવા મળી હતી.
આજે દિગ્ગજ શેરોની વાત કરીએ તો એશિયન પેઈન્ટસ,, કટક બેંક અને બેંકના શેર ગ્રીન સિગ્નલ પર બંધ રહ્યા હતા. તો હિન્ડાલ્કો, શ્રી સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, વિપ્રો અને ટાટા સ્ટીલના શેર રેડ સિગ્નલ પર બંધ થયા હતા. સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર નાખીએ તો, આજે ઓટો, બેંક, મેટલ સહિતના તમામ સેક્ટર્સ ગ્રીન સિગ્નલ પર બંધ થયા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૨૫૪.૪૮ પોઇન્ટ (૦.૫૬ ટકા) ઉછળીને ૪૫૮૬૨.૯૯ ના સ્તર પર છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી એ ૭૪.૬૦ પોઇન્ટ (૦.૫૬ ટકા) ની મજબૂતી સાથે ૧૩૪૬૭.૬૦ ના સ્તર પર પ્રારંભ કર્યો. સેન્સેક્સ-નિફ્ટીનું આ ઉચ્ચ સ્તર છે.
આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૩૦૩ અંક વધી ૨૬૭૭૧ પર કારોબાર કરી રહ્યો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૩૨૬ અંકના વધારા સાથે ૨૬,૬૩૧ પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ ૦.૧૧ ટકા વધી ૩૪૧૪ પર કારોબાર કરી રહ્યો છે.
મંગળવારે અમેરિકાનાં બજારોમાં તેજી જાેવા મળી હતી. ડાઉ જાેન્સ ઈન્ડેક્સ ૦.૩૫ ટકા વધારા સાથે ૧૦૪.૦૯ અંક વધી ૩૦૧૭૩.૯૦ પર બંધ થયો હતો. જીશ્ઁ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૨૮ ટકા વધી ૩૭૦૨.૨૫ પર બંધ થય હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ પણ ૬૨.૮૩ અંક વધી ૧૨૫૮૨.૮૦ પર બંધ થયો હતો.
Recent Comments