કેરળ હાઈકોર્ટે મંદિરમાં દર્શન માટે આવતા લોકોના ટેસ્ટનો આદેશ આપ્યો હતો સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો
સબરીમાલા તીર્થ યાત્રા પર જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓએ આજથી દર્શન કરતા પૂર્વે ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. આ આદેશ કેરળ હાઈકોર્ટે તેમજ રાજ્ય સરકારે આપ્યો છે. શ્રદ્ધાળુઓને મંદિર પહોંચવા અગાઉ પોતાની સાથે નેગેટિવ ટેસ્ટનું સર્ટિફિકેટ રાખવું પડશે. દરમિયાન ત્રવણકોર દેવસ્યમ બોર્ડના મતે આ સર્ટિફિકેટ ૪૮ કલાકથી વધુ જૂનું ના હોવું જાેઈએ. જાે ટેસ્ટ કરાવ્યાને ૪૮ કલાકલનો સમય પૂર્ણ થઈ ગયો હશે તો શ્રદ્ધાળુને મંદિરમાં પ્રવેશ મળી શકશે નહીં.
કેરળ સ્થિત સબરીમાલામાં ભગવાન અય્યપ્પાના દર્શન માટે દેશ વિદેશતી મોટાપાયે લોકો આવે છે. કોરોના વાયરસને પગલે દર્શનને લઈને કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં હવેથી દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓએ ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. ૨૬ ડિસેમ્બરથી આ નિયમ લાગુ થયો છે. ટીડીપીના અધ્યક્ષ એન વાસુએ જણાવ્યું કે આરટી- પીસીઆર ટેસ્ટ બાદ કોવિડ ૧૯ નેગેટિવ હોવાનું પ્રમાણપત્ર ૪૯ કલાક સુધી જ માન્ય રહેશે અને ત્યારબાદ શ્રદ્ધાળુઓએ ફરીથી કોવિડ ૧૯નો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. સર્ટિફિકેટ વગર મંદિરમાં પ્રવેસ નહીં કરી શકાય.
Recent Comments