fbpx
રાષ્ટ્રીય

પોતાના અંતિમ પુસ્તકમાં પ્રણવદાએ વિચાર વ્યક્ત કર્યો વડાપ્રધાન મોદીએ સંમત ન હોય એવા અસંમતિના સૂર પણ સાંભળવા જાેઇએઃ પ્રણવદા

વડાપ્રધાને દેશને લગતી સમસ્યાઓ વિશે વિપક્ષોને વિશ્વાસમાં લઇને બોલવું જાેઇએ, સંસદમાં વડાપ્રધાનની હાજરીથી ઘણો ફરક પડે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સાથે સંમત ન હોય એવા અસંમતિના સૂર પણ સાંભળવા જાેઇએ એવું સદ્ગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી માનતા હતા. પોતાના અંતિમ પુસ્તકમાં પ્રણવદાએ આ વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે સંસદમાં વડા પ્રધાનની હાજરીથી કામકાજમાં ઘણો ફરક પડે છે. વડા પ્રધાને દેશને લગતી તમામ સમસ્યાઓ વિશે વિપક્ષોને વિશ્વાસમાં લઇને બોલવું જાેઇએ. સંસદમાં વડા પ્રધાનનો અવાજ સદા સંભળાતો રહેવો જાેઇએ..
પ્રણવદાએ રાષ્ટ્રપતિ તરીકેનાં પોતાનાં સંસ્મરણો ધ પ્રેસિડેન્શ્યલ યર્સ ૨૦૧૨-૨૧૭ પુસ્તકમાં મુક્ત મને કેટલાક વિચારો રજૂ કર્યા હતા. પોતાના નિધન પહેલાં ગયા વરસે તેમણે આ પુસ્તક પૂરું કર્યું હતું. આ પુસ્તકમાં તેમણે લખ્યું છે, ’ પંડિત જવાહર લાલ નહેરુ હોય કે ઇંદિરા ગાંધી હોય, અટલ બિહારી વાજપેયી હોય કે પછી મનમોહન સિંઘ હોય, આ દરેકે સંસદમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો.
એક રિપોર્ટ મુજબ પ્રણવદાએ લખ્યું છે, ’વડા પ્રધાન તરીકેના પોતાના આ બીજા કાર્યકાળમાં શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના પુરોગામી વડા પ્રધાનેાનાં કામમાંથી પ્રેરણા લેવી જાેઇએ. પહેલા કાર્યકાળમાં જે સંસદીય સંકટ આપણે સૌએ જાેયું હતું એમાંથી બચવા માટે વડા પ્રધાને પોતાની હાજરી સતત રાખવી જાેઇએ.
વડા પ્રધાન મોદીએ અસંમતિનો સૂર પણ સાંભળવો જાેઇએ અને સંસદમાં બને તેટલી વધુ વખત બોલતાં રહેવું જાેઇએ. વિપક્ષોને સમજાવવા અને દેશને પરિસ્થિતિથી વાકેફ રાખવા સંસદનો એક મંચ તરીકે ઉપયોગ કરીને સતત બોલતાં રહેવું જાેઇએ.’
પ્રણવદાએ એનડીએ સરકારના પ્રથમ કાર્યકાળ ૨૦૧૪-૨૦૧૯ વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમણે સંસદને સુચારુ રૂપે અને યોગ્ય કામકાજ માટે સુનિશ્ચિત કરવાની જવાબદારી અદા કરવામાં એનડીએ નિષ્ફળ નીવડ્યો હતો એમ લખ્યું છે.
‘સરકાર અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષને હું સરકારના અહંકાર તથા પરિસ્થિતિને સંભાળી ન શકવા માટે જવાબદાર ગણું છું. જાે કે વિપક્ષ પણ ઓછો બિનજવાબદાર નથી. વિપક્ષે પણ બેજવાબદારીપણું દેખાડ્યું હતું’ એમ પ્રણવદાએ લખ્યું હતું.

૨૦૦૪માં હું વડાપ્રધાન બન્યો હોત તો ૨૦૧૪માં કોંગ્રેસની કારમી હાર ન થાતઃ પ્રણવદા

પ્રણવ મુખર્જીએ લખ્યુ છે કે ઘણા નેતાઓએ તેમને કહ્યુ હતુ કે જાે ૨૦૦૪માં તે પ્રધાનમંત્રી બન્યા હોત તો ૨૦૧૪માં આટલી કારમી હાર ન મળતી. મનમોહન સિંહ પણ પ્રભાવી ન રહ્યા કારણકે તેમનુ બધુ ફોકસ સરકારને બચાવવામાં જઈ રહ્યુ હતુ. તેમણે સ્પષ્ટ રીતે લખ્યુ છે કે તેમના રાષ્ટ્રપતિ બનતા જ કોંગ્રેસે પોતાની દિશા ગુમાવી દીધી. સોનિયા ગાંધી યોગ્ય ર્નિણયો નહોતા લઈ શકતા જેના કારણે કોંગ્રેસ હાશિયામાં ધકેલાઈ ગઈ.

નેપાળ ભારતનું રાજ્ય બનવા માંગતુ હતુ પરંતુ નેહરુએ તક ઝડપી નહિ

પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય પ્રણવ મુખર્જીની બુક્સ ધ પ્રેસિડેન્શિયલ ઈયર્સમાં અનેક ખુલાસા કર્યા છે. આ પુસ્તક ગઈ કાલે મંગળવારે બજારમાં આવી ગયું છે. પુસ્તકમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, નેપાળ ભારતનું રાજ્ય બનવા માગતું હતું. પરંતુ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ આ તક ઝડપી ના શક્યા.
જાેકે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નેપાળના રાજા ત્રિભુવન બીર બિક્રમ શાહના આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. આ અંગે નેહરુની પ્રતિક્રિયા હતી કે નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. તેણે હંમેશાં એવું જ રહેવું છે. પરંતુ જાે જવાહરલાલ નેહરૂની જગ્યાએ ઈન્દિરા ગાંધી હોત તો તેમણે કદાચ આ તક જતી ના કરી હોત. ઈન્દિરા કદાચ નેપાળ મામલે પણ એવો જ ર્નિણય કરત જેવો કે તેમણે સિક્કીમને લઈને કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/