fbpx
રાષ્ટ્રીય

સુપ્રિમ કોર્ટની મોદી સરકારને લપડાકઃ નવા કૃષિ કાયદાઓ પર સ્ટે


સુપ્રિમ કોર્ટમાં સરકારનુ ધાર્યુ ન થયું, નવા આદેશ સુધી ત્રણેય કાનૂનનો અમલ નહિ થઈ શકે, હવે કમિટી નિર્ણાયક ભૂમિકામાં, બન્ને પક્ષકારોને સાંભળી અદાલતને રીપોર્ટ સોંપશે
સુપ્રિમે સુનાવણી દરમ્યાન સરકાર-ખેડૂત સંગઠનોને ખખડાવ્યા, અનિશ્ચિતકાળ માટે પ્રદર્શન કરવા માંગો છો તો તમારી મરજીકોર્ટે ત્રણેય કૃષિ કાનૂનના અમલ પર પ્રતિબંધ મૂકી ૪ સભ્યોની કમિટી બનાવીસુપ્રીમ કોર્ટએ નરેન્દ્ર મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ ર્નિણય મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાના નિરાકરણ માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે. સરકાર અને ખેડુતો વચ્ચે લાંબા સમયથી ચાલતી વાટાઘાટોનું સમાધાન ન થતાં સુપ્રીમ કોર્ટે આ ર્નિણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આગળના આદેશ સુધી કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુનવણી દરમ્યાન કોર્ટે બંને પક્ષોને તીખા પ્રશ્નો પૂછયા હતા.સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસે સરકાર અને ખેડૂત સંગઠનોને બરાબરના ખખડાવ્યા હતા. કોર્ટે કહ્યું કે તેઓ કાયદાની માન્યતા અને નાગરિકોના જીવનને લઇ ચિંતિત છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ કમિટી બધાનું સાંભળશે. જેને પણ આ મુદ્દાનું સમાધાન જાેઇએ તે કમિટીની પાસે જઇ શકે છે. આ કોઇ આદેશ રજૂ કરશે નહીં કે તમને સજા આપશે નહીં. આ માત્ર અમને તમારો રિપોર્ટ સોંપશે. તેમણે કહ્યું કે અમે એક કમિટીની રચના કરીએ છીએ જેથી કરીને અમારી પાસે એક તસવીર સ્પષ્ટ હોય. અમે એ નથી સાંભળવા માંગતા કે કિસાન કમિટીની પાસે જશે નહીં. અમે સમસ્યાનું સમાધાન કરવા માંગીએ છીએ. જાે તમે અનિશ્ચિતકાળ માટે પ્રદર્શન કરવા માંગો છો તો તમે આમ કરી શકો છો.કિસાન સંગઠનોના વકીલ વિકાસ સિંહે કહ્યું કે ખેડૂત પ્રદર્શન સ્થળથી એ જગ્યા એ જઇ શકે છે જ્યાંથી પ્રદર્શન દેખાય. અન્યથા પ્રદર્શનનો મતલબ રહેશે નહીં. રામલીલા મેદાન પ્રદર્શન માટે આપવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામલીલા મેદાન કે બીજે કયાંય પ્રદર્શન માટે પોલીસ કમિશ્નર પાસેથી ખેડૂત મંજૂરી માટે અરજી કરી શકે છે એવો અમે ઓર્ડર કરીશું.ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે એ કહ્યું કે કમિટી આ કેસમાં ન્યાયિક પ્રક્રિયાનો હિસ્સો હશે. અમે કૃષિ કાયદાને સસ્પેન્ડ કરવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ અનિશ્ચિતકાળ માટે નહીં.ખેડૂત સંગઠનોની તરફથી હાજર વકીલ એલએમ શર્માએ કહ્યુંકે ખેડૂતોએ કહ્યું કે કેટલાંક લોકો વાતચીત માટે આવે છે પરંતુ મુખ્ય વ્યક્તિ વડાપ્રધાન આવતા નથી. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે અમે પીએમને વાતચીત કરવા માટે કહી શકીએ નથી. તે આ કેસમાં પાર્ટી નથી.ચીફ જસ્ટિસે કહ્યુંકે અમને કાયદાની માન્યતાને લઇ ચિંતા છે. સાથો સાથ નાગરિકોના જીવન અને સંપત્તિને લઇ પણ ચિંતા છે. અમે સમસ્યાનું સમાધાન કરવાની કોશિષ કરી રહ્યા છીએ. અમારી પાસે એક શક્તિ છે કે અમે કાયદાને સસ્પેન્ડ કરી દઇએ અને એક કમિટીની રચના કરીએ.ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ વી.રામાસુબ્રમણિયનની બેન્ચે એટોર્ની જનરલને કહ્યું કે તેઓ સરકાર પાસેથી નિર્દેશ લે કે શું સરકાર ખુદ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે સોમવારે પણ સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. અને કહ્યું હતું કે કૃષિ કાયદા પર પ્રતિબંધ મૂકો છો કે અમે મૂકીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/